માસુમ બાળકનું માથું ફસાઈ ગયું પ્રેશર કૂકરમાં, ડોક્ટરોએ આવી રીતે બચાવ્યો બાળકનો જીવ

એક બાળકનું માથું પ્રેશર કૂકરમાં ફસાઈ ગયું હતું. જે બાદ બાળકને ખૂબ જ પીડા થવા લાગી પણ પરિવારના સભ્યો કૂકરમાંથી બાળકનું માથું કાઢી શક્યા નહીં.

માસુમ બાળકનું માથું ફસાઈ ગયું પ્રેશર કૂકરમાં, ડોક્ટરોએ આવી રીતે બચાવ્યો બાળકનો જીવ
The team of doctors managed to save the child after two hours of hard work.

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે, બાળકો ઘણી તોફાન કરતા હોય છે. પરંતુ એક સમયે આ તોફાનો બાળકો માટે ખૂબ ગંભરી બની જાય છે. આવી જ એક ઘટના જોવા મળી જ્યારે એક બાળકનું માથું પ્રેશર કૂકરમાં ફસાઈ ગયું હતું. જે બાદ બાળકને ખૂબ જ પીડા થવા લાગી હતી. જ્યારે પરિવારના સભ્યો કૂકરમાંથી બાળકનું માથું કાઢી શક્યા નહીં. ત્યાર બાદ બાળકને હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું. જ્યાં ડોક્ટરોની ટીમ બે કલાકની મહેનત બાદ બાળકને બચાવવામાં સફળ રહી હતી.

એક અહેવાલ અનુસાર માસૂમ બાળકે રમતી વખતે માથું કૂકરની અંદર નાખી દીધું હતું. આ પછી તેણે ઘણું જોર લગાવ્યું પણ તેમ છતાં માથું કૂકરમાં અટવાયેલું રહ્યું. જ્યારે બાળક ખૂબ જ રડવા લાગ્યું, આ જોઈને, પરિવારના સભ્યો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. પરિવારના સભ્યોએ કૂકરમાંથી બાળકનું માથું કાઢવા માટે પણ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈ ફાયદો થયો નહીં.

આ પછી પરિવાર બાળકને રાજામંડી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયું જ્યાં ડોક્ટરોની ટીમ તરત જ બાળકને ઓપરેશન થિયેટરમાં લઈ ગઈ.

ડોક્ટરોએ પ્રારંભિક પ્રયાસમાં બાળકનું માથું કૂકરમાંથી બહાર કાઢી શક્યા નહોતા. પરંતુ બાદમાં ડોક્ટરોએ ગ્લાઈડર મશીન મંગાવ્યું હતું. આ પછી કૂકર ધીમે ધીમે કાપવામાં આવ્યું. ડો.ફરહત ખાને જણાવ્યું કે, બાળક ખૂબ જ પરેશાન હતું. તેનું માથું કૂકરની અંદર અટવાઇ ગયું હતું જેના કારણે તે પણ અકળાઈ ગયું હતું. જ્યારે ગ્લાઇડર મશીનથી કૂકર કાપવામાં આવી રહ્યું હતું ત્યારે બાળક ખૂબ જ ડરી ગયું હતું. પરંતુ કોઈક રીતે બે કલાકની મહેનત પછી બાળકનું માથું કૂકરમાંથી બહાર કાવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે બાળકનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. જેના કારણે ડોક્ટરે કોઈ પણ પ્રકારના પૈસા લીધા ન હતા. તે જ સમયે, ડોક્ટરે કહ્યું કે, હવે બાળકની હાલત ઠીક છે. તેને ઘરે મોકલવામાં આવ્યો છે. લોકો આ ઘટના વિશે જાણીને આશ્ચર્યચકિત છે. તેથી જ મોટાભાગના લોકો કહી રહ્યા છે કે આપણે બાળકોનું ધ્યાન રાખવું જોઈએ કારણ કે તેમની નાદાની તેમના માટે મોટી મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે.

 

આ પણ વાંચો:  GATE Registration 2022: GATE પરીક્ષા માટે આજથી રજીસ્ટ્રેશન થયું શરૂ, જાણો પરીક્ષા ક્યારે યોજાશે

આ પણ વાંચો: Navsari : ફળફળાદિ ચીકુના પાકમાં માખીઓનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતોને નુકસાનની ભીતિ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati