Viral Video: સોશિયલ મીડિયાની દુનિયામાં આજકાલ ખાણી-પીણીને લઈને અદ્ભુત પ્રયોગો થતાં જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો ‘મેદુંવડા સેન્ડવીચ’ સર્વ કરી રહ્યા છે તો કેટલાક પાણીપુરી (Pani Puri) પર એવો પ્રયોગ કરી રહ્યા છે કે જે જોઈને ફૂડ પ્રેમીઓ (Food Lovers) પણ ચોંકી જાય. આ દિવસોમાં પાણીપુરી સાથે જોડાયેલો એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ ગુસ્સે છે.
આ વીડિયોમાં ઈન્દોરનો એક વ્યક્તિ તંદૂરી ડબલ ચીઝ ગોલગપ્પા બનાવતો જોવા મળે છે. આ ફૂડ વિક્રેતાનું કહેવુ છે કે આ ઈન્દોરનો સૌથી ફેમસ ગોલગપ્પા છે. એક સમય હતો જ્યારે તમે પાણીપુરી સાથે ખાટા, મીઠા કે મસાલેદાર પાણીની પસંદગી કરતા હતા. પરંતુ ઈન્દોરના એક ફૂડ વિક્રેતા અનોખી પાણીપુરી લોકોને પીરસી રહ્યા છે.
વાયરલ વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ પહેલા ગોલગપ્પામાં છૂંદેલા બટાકા નાખે છે. આ પછી તેમાં બુંદી ભરવામાં આવે છે. ત્યાર બાદ સેવ, ચટણી અને દહીં નાખ્યા પછી તેના પર ચીઝ નાખવામાં આવે છે. બાદમાં તેને કોથમીરથી ગાર્નિશ કરતા જોવા મળે છે. આ ફૂડ વિક્રેતાનું કહેવુ છે કે એક ગોલગપ્પાનું વજન 100 ગ્રામ છે.
View this post on Instagram
આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી mammi_ka_dhaba નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સાથે તેણે કેપ્શનમાં લખ્યુ છે કે ઈન્દોરના હૈવિએસ્ટ ગોલગપ્પા….આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ, ‘આટલુ બધુ ઈનોવેશન ન કરો… કંઈક ઓરિજિનલ રેવા દો. જ્યારે અન્ય યુઝરે કોમેન્ટ કરતા લખ્યુ છે કે, ‘હાથ જોડીને તમને વિનંતી છે કે ગોલગપ્પાથી દૂર રહો. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Video : ટેણિયાએ માસુમ અંદાજમાં લગ્નની ઈચ્છા વ્યકત કરી, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ “ઈતની ક્યા જલ્દી હૈ છોટે “
આ પણ વાંચો : Video : આ ચોલાક ચોરે સ્કૂટીની ચોરી કરવા લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા