ફુટબૉલ રમતી વખતે ગોલકીપરે કર્યુ જોરદાર ગોલકીપિંગ, આ રીતે અટકાવ્યો ગોલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા બાળકો જમીન પર ફૂટબોલ રમી રહ્યા હતા. ગોલકીપરે ખૂબ જ સારી રીતે બચાવ કર્યો.ગોલકીપિંગ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ ગોલકીપરના ચાહક બની ગયા. હકીકતમાં, આ વિડિઓ મૂળ એશિયન ફૂટબોલ પરિસંઘના (Asian Football Confederation) અધિકારિક પેજ પર શેર કરવામાં આવ્યો હતો.

ફુટબૉલ રમતી વખતે ગોલકીપરે કર્યુ જોરદાર ગોલકીપિંગ, આ રીતે અટકાવ્યો ગોલ
સાંકેતિક તસ્વીર

ફૂટબોલ (Football) વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. ફૂટબોલની દિવાનગી લોકોના માથે ચઢેલી છે. પરંતુ ભારતમાં ક્રિકેટની રમત અન્ય ખેલાડીઓની કુશળતાને ઝાંખી પાડે છે. પરંતુ કેટલાક ખેલાડીઓ એવા છે જેઓ આ ભીડમાં પણ પોતાની ઓળખ બનાવે છે, પછી ભલે તે નાની ઉંમરના જ કેમ ન હોય. તાજેતરમાં  એક ફૂટબોલ (Football) ગોલકીપરનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

 

 

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે ઘણા બાળકો જમીન પર ફૂટબોલ રમી રહ્યા હતા. ગોલકીપરે ખૂબ જ સારી રીતે બચાવ કર્યો. ગોલકીપિંગ જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ ગોલકીપરના ચાહક બની ગયા. હકીકતમાં આ વીડિયો મૂળ એશિયન ફૂટબોલ પરિસંઘના (Asian Football Confederation) અધિકારિક પેજ પર શેર કરવામાં આવ્યો હતો.

 

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક બાળકો ટીમ બનાવીને ફૂટબોલ રમી રહ્યા હતા. બંને ટીમમાંથી કોઈ એક ટીમના ગોલકીપરે શાનદાર સ્ટંટ કરીને ઘણા ગોલ બચાવ્યા. સરવરની જર્સી પહેરેલો ગોલકીપર (goalkeeper) કીપિંગ કરી રહ્યો હતો. બીજી ટીમના ખેલાડીઓએ સતત ચાર વખત સ્કોર કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ છોકરાએ દરેક વખતે બોલને ગોલ પોસ્ટની અંદર જવાથી અટકાવ્યો. તાજેતરમાં જ ધ બેટર ઈન્ડિયા દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by The Better India (@thebetterindia)

 

 

સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો શેર થતાની સાથે જ લોકોએ પણ પોતાની પ્રતિક્રિયા ઝડપથી નોંધવાનું શરૂ કર્યું. એક યુઝરે કહ્યું કે ખરેખર ભારતની ગલીઓમાં એકથી એક ખેલાડીઓ છે, પરંતુ તેમની પ્રતિભાને પોલીશ કરવામાં આવતી નથી. અન્ય એક યૂઝરે કહ્યું કે છોકરાએ જે રીતે બૉલને રોક્યો છે, તેનાથી એક વાત તો નક્કી છે કે આ કમાલનો ખેલાડી છે. આને કોઈ પણ સમયે પોલીશ કરવો જોઈએ, જેથી તે પ્રતિભા દેખાડી શકે.

 

આ પણ વાંચો :Funny Animal Video : હાથીનો મસ્તીભર્યો અંદાજ જોઈને તમને પણ લાગશે કે આ હાથીને માછલી બનવાનું મન થઈ રહ્યુ છે !

 

 

આ પણ વાંચોViral Photos : સલમાન ખાને કેટરિનાના કાનમાં શું કહ્યું ? વાયરલ થયેલી આ રમુજી તસવીરમાં છુપાયેલું છે રહસ્ય !

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati