Viral: રસ્તા પર ફળની ટોપલીઓ જોઈ વાંદરા તૂટી પડ્યા, વીડિયો શેર કરતા IFS અધિકારીએ જણાવી આ વાત

સોશિયલ મીડિયા પર વાંદરાના ઘણા વીડિયો વાયરલ (Viral Videos)થતા રહે છે, એક સમયે જંગલમાં રહેતા જીવો હવે શહેરોમાં પણ વૃક્ષો પર મસ્તી કરતા જોવા મળે છે.

Viral: રસ્તા પર ફળની ટોપલીઓ જોઈ વાંદરા તૂટી પડ્યા, વીડિયો શેર કરતા IFS અધિકારીએ જણાવી આ વાત
Monkeys Viral videoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2022 | 9:48 AM

પ્રાણીઓને લગતા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને જો વાંદરાઓ સંબંધિત કોઈ વીડિયો હોય તો તે તરત જ વાયરલ થઈ જાય છે. તે આપણે બધા જાણીએ છીએ કે વાંદરા(Monkeys)ઓ તેમની તોફાની વૃત્તિઓ માટે જાણીતા છે. આ પ્રાણીને તોફાન માટે માત્ર એક તકની જરૂર છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ (Viral Videos)થયા છે, જે આ વાતની સાક્ષી આપે છે. એક સમયે જંગલમાં રહેતા જીવો હવે શહેરોમાં પણ વૃક્ષો પર મસ્તી કરતા જોવા મળે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઘણા વાંદરા રસ્તા પર પડેલા ફળોની ટોપલીઓમાંથી પસંદગીપૂર્વક ફળ ખાઈ રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે રસ્તાની વચ્ચે પ્લાસ્ટિકની ટોપલીઓમાં ફળ રાખવામાં આવ્યા છે. સેંકડો વાંદરાઓ અહીં આવે છે અને ટોપલીઓમાં રાખેલા ફળો ઉપાડીને દોડવા લાગે છે. તેમાંથી કોઈ ફળ મોંમાં દબાવીને, જ્યારે કોઈ પોતાના બંને હાથે ફળ ઉપાડીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. આ ક્લિપ જોઈને લાગે છે કે કોઈએ આ ફળો આ વાંદરાઓ માટે રાખ્યા છે.

આ ફની વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી 26 હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે. આ સાથે લોકો કોમેન્ટ દ્વારા આ અંગે પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી અને લખ્યું કે, ‘દુનિયામાં દાનથી મોટો કોઈ ધર્મ નથી.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘તે બધા માણસો કરતા વધુ સમજદાર લાગે છે, દરેક માત્ર એક જ ફળ લે છે’. આ સિવાય બીજા ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">