કાળઝાળ ગરમીમાં AC ખરીદવાનો વિચાર કરતા હોય, તો રાખો આ બાબતનું ખાસ ધ્યાન

ઉનાળામાં ગરમીનો પારો જેમ જેમ વધે છે તેમ તેમ તેના પર કાબૂ મેળવવાના જાતજાતના ઉપાયો અજમાવવાનું શરૂ થઈ જાય છે. આ સંજોગોમાં લોકો ઘરમાં એસી (AC) વસાવવાનો વિકલ્પ પસંદ કરે છે.

કાળઝાળ ગરમીમાં AC ખરીદવાનો વિચાર કરતા હોય, તો રાખો આ બાબતનું ખાસ ધ્યાન
File Photo
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 12, 2021 | 3:54 PM

ઉનાળામાં ગરમીનો પારો જેમ જેમ વધે છે તેમ તેમ તેના પર કાબૂ મેળવવાના જાતજાતના ઉપાયો અજમાવવાનું શરૂ થઈ જાય છે. આ સંજોગોમાં લોકો ઘરમાં એસી (AC) વસાવવાનો વિકલ્પ પસંદ કરે છે. જો તમે પણ એસી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો યોગ્ય મોડલની પસંદગી કરવા માટે કેટલાક ખાસ મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે.

રૂમ સાઇઝનું રાખો ધ્યાન : જો તમે એસી ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો સૌથી પહેલાં રૂમની સાઈઝને ધ્યાનમાં લેવી જોઈએ. જો તમારો રૂમ મોટો હોય તો એસી ખરીદતી વખતે આ વાતને ધ્યાનમાં રાખવો. જો મોટા રૂમમાં નાનું એસી લગાવશો તો રૂમ સારી રીતે ઠંડુ નહીં થાય અને વધારે વીજળી બિલ આવશે. આ કારણે એસી ખરીદતી વખતે રૂમની સાઈઝનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

કેટલી કેપેસિટી છે મહત્વની : તમે જ્યારે પણ એસી કરવાનું પ્લાનિંગ કરો ત્યારે એની કેપેસિટીને ખાસ ધ્યાનમાં રાખવી. એસી ખરીદતા પહેલા તમને એ વાતની ખબર હોવી જોઈએ.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સોલર એસી પણ છે સારો વિકલ્પ : ભારે ગરમીથી છુટકારો મેળવવા માટે એસી સારો વિકલ્પ છે. પણ એના કારણે ઘણીવાર તોતિંગ વીજળી બિલ આવતું હોય છે. આથી સોલર એસીનો વિકલ્પ પણ સારો સાબિત થાય છે. તેનો જાળવણી ખર્ચ ઓછો છે. આ પ્રકારના એસી સાથે કંપની સોલર પેનલ પ્લેટ અને એસી કન્વર્ટર આવે છે. તડકો ન મળતો હોય એવી સ્થિતીમાં વૈકલ્પિક વ્યવસ્થા હોય છે.

સ્ટાર રેટિંગ છે જરૂરી : એસી પસંદ કરતી વખતે સૌથી વધારે ચિંતા વીજળીના બિલની થતી હોય છે. હાલમાં માર્કેટમાં એસીના અનેક વિકલ્પો ઉપલબ્ધ છે અને આ સંજોગોમાં યોગ્ય એસી પસંદ કરવાનું કામ થોડું મુશ્કેલ બની જાય છે. આ સંજોગોમાં તમારે કોઈ એસી ખરીદી હોય તો સૌથી પહેલાં એના પર લાગેલું સ્ટાર રેટિંગ ચોક્કસ ચેક કરો. જેનું રેટિંગ વધારે એમાં વીજળીનો વપરાશ ઓછો થાય છે. વધારે હોય એવા એસની કિંમત પ્રમાણમાં થોડી વધારે હોય છે. પણ એનું વીજળી બિલ ઓછું આવે છે એટલે લાંબે ગાળે એ વધારે સારો વિકલ્પ સાબિત થાય છે.

સ્પ્લિટ એસી વર્સીસ વિન્ડો એસી ઘણી વખતે સ્પ્લિટ એસી ખરીદવું જોઈએ કે વિન્ડો એસી તેમાં કન્ફ્યુઝન થતું હોય છે. આમ તો આ બંને પ્રકારના એસીનું કામ ઠંડક આપવાનું હોય છે. અને બંનેમાં પોતપોતાની ખૂબી અને ખામી હોય છે.એસી ખરીદતી વખતે માત્ર લુક પર ધ્યાન આપવાને બદલે એ કેટલું ટકાઉ છે અને કંપની કેટલા સમયની વોરંટી આપે છે તે વાતનું ધ્યાન રાખવું જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">