પત્નિના TikTok પ્રેન્ક વીડિયોથી કંટાળ્યો બિચારો પતિ, કહ્યુ મને છૂટાછેડા જોઇએ છે !

ટિકટોક પર છવાઇ જવા માટે, એક મહિલા તેના બાળકોને ત્રાસ આપી રહી હતી. પતિ તેની પત્નીની હરકતથી એટલો પરેશાન થઈ ગયો છે કે તે તેને છૂટાછેડા આપવા માંગે છે.

પત્નિના TikTok પ્રેન્ક વીડિયોથી કંટાળ્યો બિચારો પતિ, કહ્યુ મને છૂટાછેડા જોઇએ છે !
Husband is so upset with wifes tiktok prank video

સોશિયલ મીડિયા (Social Media) પર છવાઈ જવા માટે લોકો શું શું નથી કરતાં ? કોઈ હાસ્ય રસ સભર કોમેડી વીડિયો બનાવે છે તો કોઈ ઉટપટાંગ હરકતો કરીને અથવા પ્રેન્ક વીડિયો (Prank Video) બનાવી લોકોનું ધ્યાન ખેંચવા માટે પ્રયાસ કરે છે. યુકેમાં એક મહિલાની આવી જ ઉટપટાંગ હરકતોને કારણે એનો પતિ એટલી હદે કંટાળી ગયો છે કે એ પોતાની પત્નીથી છૂટાછેડા લેવા ઈચ્છે છે. પતિનો આરોપ છે કે ટીકટોક (TikTok) પર છવાઈ જવાની ઘેલછામાં એની પત્ની પોતાના બાળકોની સાથે પ્રેન્ક કરે છે અને ટોર્ચર કરે છે.

એક રિપોર્ટ મુજબ આ મહિલાનાં પતિએ ઓનલાઈન ડિસ્કશન ફોર્મ રેડિટમાં પોતાની વ્યથા વ્યક્ત કરી છે. પતિનું કહેવું છે કે એની પત્ની ટીકટોક અને ઈન્સ્ટ્રાગ્રામ પર વીડિયો બનાવીને લોકોનું ધ્યાન ખેંચવા માટે કોશિશ કરે છે પરંતુ હાલમાં એણે હદ વટાવી દીધી હતી. આ વખતે લોકોનું ધ્યાન ખેંચવાની ઘેલછામાં જોરદાર કન્ટેન્ટનાં નામે પોતાની છ મહિનાની દિકરી અને દોઢ વર્ષનાં દિકરા સાથે અભદ્ર વીડિયો બનાવ્યો છે.

પતિએ રેડિટ પર જણાવ્યું કે એક વાર એણે પોતાની દિકરીને રડી રડીને તડપતી જોઈ કેમ કે એની પત્નીએ વીડિયો બનાવવા માટે ખૂબ ડરાવી દિધી હતી. છેલ્લા કેટલાક અઠવાડિયાથી અમારા ઘરમાં આવું જ ચાલે છે. મેં મારી પત્નીને સમજાવવાના પ્રયત્નો પણ કર્યા છે પરંતુ એ માનતી જ નથી. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે મારી દીકરી પોતાની માતા સાથે સુવાથી પણ ગભરાઈ જાય છે.

પરંતુ એની પછી જે થયું તે જોઈને એનાં પતિએ આ સ્ત્રી સાથે છૂટાછેડા લેવાનું નક્કી કર્યું. આ મહિલાએ પોતાના દિકરાને વીડિયો બનાવવા માટે એટલો ડરાવી દિધો હતો કે એનો પતિ જ્યારે માંડ માંડ દિકરાને શાંત કરી રહ્યો હતો ત્યારે પત્ની વીડિયો એડિટ કરી રહી હતી.

આ પણ વાંચો –

કેવો બોયફ્રેન્ડ જોઈએ છે કંગના રનૌતને? બોયફ્રેન્ડ રાજકારણથી હશે કે બોલિવૂડ? જાણો અભિનેત્રીનો જવાબ

આ પણ વાંચો –

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે સરકાર શેરી વિક્રેતાઓને આપશે તાલીમ, ‘મેં ભી ડિજિટલ 3.0’ અભિયાન શરૂ

આ પણ વાંચો –

તમે સ્વાદિષ્ટ ભોજન તરીકે પરિવારજનોના ભાણામાં સ્વાસ્થ્યનું જોખમ તો નથી પીરસી રહ્યા ને? વાંચો વિગતવાર

Click on your DTH Provider to Add TV9 Gujarati