બાળકોને સવારે ઊંઘમાંથી જગાડવાની આ રીત એકદમ અસરકારક છે, વીડિયો જોઈ લોકોને આવી બાળપણની યાદ

આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સવારે બાળકને ઊંઘમાંથી જગાડવા માટે પિતા દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિ ખૂબ જ ફની છે. આ વીડિયો એવો છે કે જેને જોયા પછી તમને પણ હસવું આવી જશો.

બાળકોને સવારે ઊંઘમાંથી જગાડવાની આ રીત એકદમ અસરકારક છે, વીડિયો જોઈ લોકોને આવી બાળપણની યાદ
Funny viral videoImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2022 | 8:18 PM

કેટલાક લોકો માટે સવારે વહેલા જાગવું એ દુઃસ્વપ્નથી ઓછું નથી. બાળકો તો ઠીક છે, પરંતુ ઘણા પુખ્ત વયના લોકો પણ એવા છે, જેમના માટે સવારે ઉઠવું મુશ્કેલ છે. તમને આવા ઘણા લોકો જોવા મળશે, જેમને સવારે 9-10 વાગ્યા સુધી સૂવાની આદત હોય છે. બીજી બાજુ બાળકોની તો શું વાત કરવી. માતા-પિતા માટે પણ તેમને ઊંઘમાંથી જગાડવાનું મુશ્કેલ બની જાય છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સવારે બાળકને ઊંઘમાંથી જગાડવા માટે પિતા દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિ ખૂબ જ ફની છે. આ વીડિયો એવો છે કે જેને જોયા પછી તમને પણ હસવું આવી જશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પિતા પોતાના બાળકને ખોળામાં લઈને સીધા બાથરૂમ લઈ જાય છે અને તેને બેસિનની સામે ઉભો કરી દે છે. પછી તેણે નળ ખોલીને બાળકનું મોં પાણીથી ધોવાનું શરૂ કર્યું. તેણે બાળકના મોં પર એટલું પાણી છાંટ્યું, જ્યાં સુધી તે ઊંઘમાંથી સંપૂર્ણપણે જાગી ન ગયો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

બાળકે જ્યારે કહ્યું કે ‘હા તે જાગી ગયો છે’, ત્યારે પિતાએ તેના ચહેરા પર પાણી રેડવાનું બંધ કર્યું અને તેને દાંત સાફ કરવાનું કહી બાથરૂમની બહાર નીકળી જાય છે. ખાસ વાત એ છે કે આ દરમિયાન બાળક હસતું રહે છે, જ્યારે સામાન્ય રીતે જો બાળક આ રીતે ઊંઘમાંથી જાગી જાય છે તો તે રડવા લાગે છે. જોકે બાળકોને વહેલી સવારે જગાડવાની આ રીત અદ્ભુત છે.

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર magicallynews નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 2 લાખ 31 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 16 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

View this post on Instagram

A post shared by (@majicallynews)

આ સાથે જ લોકોએ વીડિયો જોયા બાદ વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે. કેટલાક પૂછે છે કે ‘શું આ પદ્ધતિ 16 વર્ષના બાળક પર કામ કરશે’, જ્યારે કેટલાક તેમના બાળપણના દિવસોને યાદ કરીને કહે છે કે તેના પિતા તેને સવારે જગાડવા માટે તેના ચહેરા પર ઠંડું પાણી ફેંકતા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">