Funny Video : ઘણીવાર તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે ‘લાલચ બુરી બલા છે’. ઘણી વાર કેટલાક લોકો લોભના (Greed) ચક્કરમાં રાતોરાત બરબાદ થતા જોવા મળે છે. એટલે જ કહેવાય છે કે નસીબ પહેલા અને નસીબ કરતા વધારે કોઈને કશુ મળતુ નથી. તાજેતરમાં આવો જ એક લાલચનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં યુવક જે રીતે ફસાઈ છે, તો જોઈને તમને પણ હસવુ આવશે.
તમને જણાવી દઈએ કે આ વીડિયોને દેશના જાણીતા બિઝનેસમેન હર્ષ ગોએન્કાએ (Harsh Goenka) ટ્વિટર પર શેર કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, ‘ક્રિપ્ટો કહાની કઈ રીતે સામે આવશે, તેના પર મારો વિચાર.’ આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 31 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.
My view of how the crypto story will unfold pic.twitter.com/sBtuQ7bW2I
— Harsh Goenka (@hvgoenka) January 20, 2022
વાયરલ થઈ રહેલા વીડિયોમાં, ગરમીથી પરેશાન એક વ્યક્તિ બિલ્ડિંગમાં લગાવેલા શટર પાસે પ્લેટફોર્મ પર બેઠો છે. આ દરમિયાન તેની પાણીની બોટલ ખુલેલા શટરની અંદર જાય છે. આ જોઈને વ્યક્તિ પરેશાન થઈ જાય છે. પરંતુ બીજી જ ક્ષણે શટરની અંદરથી બે સરખી બોટલો બહાર આવતી જોવા મળે છે. આ જોઈને વ્યક્તિ ચોંકી જાય છે.
આ પછી તે એક બાદ એક પોતાની વસ્તુને શટરની અંદર મોકલે છે. આ વખતે પણ તેને તે ડબલ મળે છે. જે બાદ આ વ્યક્તિનો આત્મવિશ્વાસ એટલો વધી ગયો કે લોભમાં તેણે પોતાના ખિસ્સામાંથી થોડા પૈસા કાઢી શટરની અંદર મૂકી દીધા. પણ મજાની વાત એ છે કે પૈસા પણ ડબલ નીકળ્યા. જે બાદ તેણે વધુ પૈસા નાખ્યા, પરંતુ તે પછી જે થયું તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.
વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ, સરજી આને જ લોભ કહેવાય…જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યુ કે, આ યુવકને લોભનુ પરિણામ સારૂ પરિણામ મળ્યુ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો : Viral Video: લગ્નમાં બુલેટ ચલાવીને દુલ્હન પહોંચી માંડવે, વીડિયો જોઈને યુઝર્સે કહ્યું “એક વિવાહ ઐસા ભી”
આ પણ વાંચો : આ વ્યક્તિ 67 વર્ષથી નાહ્યો નથી! ખાય છે ગંદી વસ્તુઓ, સ્વસ્થ જોઈને વૈજ્ઞાનિકો પણ છે આશ્ચર્યચકિત