રાત્રે 3 વાગ્યે હોસ્પિટલમાં થઈ ‘ભૂતિયા દર્દી’ ની એન્ટ્રી, CCTV ફૂટેજએ ઉડાવ્યા લોકોના હોશ, જુઓ વીડિયો

'ભૂતિયા દર્દી'ના નામનો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ 38 સેકન્ડની ક્લિપએ ઈન્ટરનેટ પર લોકોને હચમચાવી દીધા છે. જુઓ આ વાયરલ વીડિયો.

રાત્રે 3 વાગ્યે હોસ્પિટલમાં થઈ 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજએ ઉડાવ્યા લોકોના હોશ, જુઓ વીડિયો
Shocking Viral Video
Image Credit source: Reddit
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Nov 22, 2022 | 1:52 PM

શું ખરેખર ભૂત જેવું કંઈ હોય છે? શું તમે ક્યારેય આવું કંઈ અનુભવ્યું છે? આજે અમે તમારી સાથે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આર્જેન્ટિનાની એક હોસ્પિટલના CCTV ફૂટેજ ખૂબ જ ભયાનક કારણથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે. આમાં એક ગાર્ડ એવી વ્યક્તિ સાથે વાત કરતો જોવા મળે છે જે દેખાતો નથી. ‘ભૂતિયા દર્દી’ના નામનો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ 38 સેકન્ડની ક્લિપએ ઈન્ટરનેટ પર લોકોને હચમચાવી દીધા છે.

આ ઘટના બ્યુનોસ એરેસ સ્થિત પ્રાઈવેટ કેર સેન્ટર ફિનોચિયાટો સેનેટોરિયમમાં રાત્રે 3.26 વાગ્યે બની હતી, જે બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. Reddit પર શેર કરવામાં આવેલી 38-સેકન્ડની ક્લિપની શરૂઆતમાં, એક ગાર્ડ કાઉન્ટર પર ખુરશી પર બેઠેલો જોવા મળે છે. પછી હોસ્પિટલનો દરવાજો ખુલે છે. પરંતુ તેમાંથી કંઈ જ આવતું દેખાતું નથી. પરંતુ વીડિયો પરથી એવું લાગે છે કે જાણે ગાર્ડ તેને જોઈ શકે છે. તે તરત જ પોતાની સીટ પરથી ઉઠે છે.

પછી ડેસ્ક પર રાખેલ ક્લિપબોર્ડ ઉપાડે છે અને ‘અદૃશ્ય વ્યક્તિ’ તરફ આગળ વધે છે. વાયરલ ફૂટેજમાં જોઈ શકાય છે કે થોડીવાર વાત કર્યા બાદ ગાર્ડ તેને અંદર જવા માટે લાઈન ડિવાઈડર હટાવે છે. હવે આ વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા છે. કારણ કે, ફૂટેજમાં ગાર્ડ જેની સાથે વાત કરી રહ્યો છે તે દેખાતો નથી.

ડેઈલી સ્ટારમાં છપાયેલા અહેવાલ મુજબ એક દિવસ પહેલા આર્જેન્ટિનાના આ કેર સેન્ટરમાં એક દર્દીનું મોત થયું હતું. લોકો હવે આ ઘટનાને આના સંબંધમાં જોઈ રહ્યા છે. ત્યારે કેર સેન્ટરના પ્રવક્તાનું કહેવું છે કે દરવાજો ખામીયુક્ત હતો અને આખી રાત ઘણી વખત ખુલતો રહ્યો. જો કે, પ્રવક્તાએ એમ પણ કહ્યું છે કે ગાર્ડ ક્લિપબોર્ડ પેપર પર કંઈક લખતો જોવા મળ્યો હતો, પરંતુ રજિસ્ટરમાં કોઈનું નામ નોંધવામાં આવ્યું ન હતું.

વીડિયો જોયા પછી, કેટલાક Reddit વપરાશકર્તાઓ કહે છે કે તે એક પ્રેન્ક પણ હોઈ શકે છે. એક યુઝરે લખ્યું છે કે, અહીં ખરેખર એક વિચિત્ર ઘટના છે. અન્ય એક યુઝર કહે છે કે ગાર્ડના હાવભાવને સમજવું મુશ્કેલ છે. કદાચ તે મજાક કરી રહ્યો હોય. અન્ય યુઝર કહે છે કે, આ ફૂટેજ જોઈને હું દંગ રહી ગયો છું. તે વ્હીલચેર કોને બતાવતો હતો?

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati