Happy Birthday Kangana: જાણો કેવી રીતે એક એડલ્ટ ફિલ્મનો ભાગ બનતા બચી ગઈ હતી કંગના

Happy Birthday Kangana: કંગના રનૌત માટે આજના દિવસે બે બે ખુશખબર છે. એક તો આજે તેનો જન્મદિન છે અને બીજું તો તેને તાજેતરમાં જ નેશનલ અવોર્ડ મળ્યો છે.

Happy Birthday Kangana: જાણો કેવી રીતે એક એડલ્ટ ફિલ્મનો ભાગ બનતા બચી ગઈ હતી કંગના
Happy Birthday Kangana
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 23, 2021 | 12:19 PM

Happy Birthday Kangana: વિવાદોમાં રહેતી કંગના રનૌતનો આજે ખૂબ જ ખાસ દિવસ છે. એક તો કંગના આજે પોતાનો 34 મો જન્મદિવસ ઉજવી રહી છે એટલે કે 23 માર્ચે. બીજું એ કે અભિનેત્રીએ ચોથી વખત રાષ્ટ્રીય એવોર્ડ જીત્યો છે. જાણીતું છે કે કંગના બોલીવૂડમાં એક તરફું શાસન કરે છે અને બીજી તરફ કંગના હંમેશાં તેના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. ઘણીવાર કંગનાને લઈને કેટલાક વિવાદો ઉભા થયેલા છે.

કંગનાનો જન્મ

કંગનાનો જન્મ 23 માર્ચ 1987 ના રોજ હિમાચલના મંડી જિલ્લાના સૂરજપુરમાં એક રાજપૂત પરિવારમાં થયો હતો. કંગનાએ ફિલ્મ ‘ગેંગસ્ટર’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. 2006 માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં કંગનાએ ઇમરાન હાશ્મી અને શાઈની આહુજા સાથે અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં તેના તેમના શાનદાર અભિનયથી પ્રેક્ષકોના હૃદયમાં સ્થાન મળ્યું. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર ભારે હીટ સાબિત થઇ હતી અને કંગનાને ફિલ્મફેર બેસ્ટ અભિનેત્રી ડેબ્યૂ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી હતી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આજે કંગનાના જન્મદિન પર તમને જણાવવા જઈ રહ્યા છીએ એક ખાસ કિસ્સો જેમાં કંગના એડલ્ટ ફિલ્મનો ભાગ બનતા બચી ગઈ હતી.

‘ગેંગસ્ટર’ પહેલા એડલ્ટ ફિલ્મનો ભાગ બનતાં બચી ગઈ

કંગના રાનાઉત વીણી વીણીને ફિલ્મોની પસંદગી કરતી હોય છે. કંગનાની કારકીર્દિમાં એક સમય એવો પણ હતો જ્યારે તે ‘ક્વીન’ બની ​​તે પહેલાં તે એક મોટી ભૂલ કરવામાં બચી ગઈ હતી. કંગનાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 2006 ની આસપાસ જ્યારે તે બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે સંઘર્ષ કરી રહી હતી. ત્યારે તેને કોઈ કામ મળ્યું નહીં. અને એવામાં કંગનાએ એક ફિલ્મ સાઇન કરી, જેના વિશે તેને પછીથી ખબર પડી કે તે એક એડલ્ટ ફિલ્મ જેવી હતી. પોતાના ઇન્ટરવ્યુમાં કંગનાએ કહ્યું હતું કે તે જ સમયે ફિલ્મ ‘ગેંગસ્ટર’ માટે તેને ઓફર મળી, પરંતુ ‘ગેંગસ્ટર’ પહેલા તેની પાસે કોઈ મોટી ફિલ્મ નહોતી, તેથી તેણે નક્કી કર્યું કે તે તે ફિલ્મમાં કામ કરી લેશે.

કંગનાએ જણાવ્યું હતું કે તેણે સાઈન કર્યા બાદ ફોટોશૂટ કરાવ્યું હતું જેમાં તેને પહેરવા માટે એક કપડું આપવામાં આવ્યું હતું. જે પારદર્શક હતું. કંગનાને પોતાની જાત ઘણી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય એવું લાગી રહ્યું હતું. પરંતુ તે બાદ તેને અનુરાગ બાસુ દિગ્દર્શિત ફિલ્મ ‘ગેંગસ્ટર’ મળી, જેના માટે તેણે તરત જ હા પાડી અને કંગના ગેંગસ્ટર ફિલ્મ કરવા માટે રવાના થઈ ગઈ. કંગનાએ એડલ્ટ ફિલ્મ નિર્માતાનું નામ આપ્યું નહોતું .

ગેંગસ્ટરથી લઈને પંગા સુધી કંગનાએ ઘણી હીટ ફિલ્મો આપી છે. આજ કાલ કંગનાનું નામ વિવાદિત નિવેદનોને લઈને વધુ ઉછળતું રહે છે. તણું વેડ્સ મનુનો અભિનય સદીઓ સુધી કંગનાના વખાણ કરવા લોકોને મજબુર કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">