Happy Birthday Aditya Chopra : જાણો આદિત્ય ચોપરાની ફિલ્મી કારકિર્દી અને તેમની ઈન્કમ વિશે

Happy Birthday Aditya Chopra: યશ ચોપરા અને પામેલા ચોપરાના મોટા પુત્ર આદિત્ય ચોપરાનો (Aditya Chopra) જન્મ 21 મે, 1971 ના રોજ થયો હતો.

Happy Birthday Aditya Chopra : જાણો આદિત્ય ચોપરાની ફિલ્મી કારકિર્દી અને તેમની ઈન્કમ વિશે
Happy Birthday Aditya Chopra

યશ ચોપરા અને પામેલા ચોપરાના મોટા પુત્ર આદિત્ય ચોપરાનો (Aditya Chopra) જન્મ 21 મે, 1971 ના રોજ થયો હતો. આદિત્ય ચોપરા સામાન્ય રીતે કેમેરાને સામે આવવાનું ટાળે છે, પરંતુ તેમની કેમેરા પાછળની સમજ એટલી જબરદસ્ત છે કે તેમણે બોલીવુડને ઘણી યાદગાર ફિલ્મો આપી છે. આજે, આદિત્ય ચોપરા પોતાનો 50 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

18 વર્ષની ઉંમરે, આદિત્ય ચોપડાએ તેમના પિતા યશ ચોપરાના સહાયક નિર્દેશક તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને 23 વર્ષની ઉંમરે તેમણે ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે દિગ્દર્શિત કરી. આદિત્ય ચોપડાએ 1997 માં રિલીઝ થયેલી યશ રાજ બેનર્સ ફિલ્મ દિલ તો પાગલ હૈ માટે સંવાદો પણ લખ્યાં હતાં.

તેમણે તેમના પિતા યશ ચોપરાની ઘણી બધી હિટ ફિલ્મોમાં આસિસ્ટ કર્યા ચાંદની, ડર અને લમ્હે વગેરે. પિતા યશને પાંચ વર્ષ સહાય કર્યા પછી, 1995 માં તેમણે ફિલ્મ દિલ વાલે દુલ્હનિયાનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મમાં શાહરૂખ ખાન અને કાજોલ જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન અને લેખન આદિત્ય ચોપરાએ કર્યું હતું. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ તે વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ હતી. વળી, આ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો.

આદિત્ય ચોપરાએ ફિલ્મ દિગ્દર્શન ઉપરાંત અનેક હિટ ફિલ્મો માટે સંવાદો પણ લખ્યા છે. જેમાં ફિલ્મ દિલ તો પાગલ હૈ પણ શામેલ છે – આ ફિલ્મમાં શાહરૂખ ખાન, કરિશ્મા કપૂર અને માધુરી દીક્ષિત જોવા મળી હતી. ફિલ્મે તે વર્ષે બોક્સ-ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. વળી, આ ફિલ્મને રાષ્ટ્રીય પુરુસ્કારથી પણ સમ્માનિત કરવામાં આવી હતી.

ત્યારબાદ તેમણે ફિલ્મ ‘મોહબ્બતે’ નું લેખન અને દિગ્દર્શિત કરી. આ ફિલ્મથી નાના ભાઈને બોલિવૂડ કેરિયરની શરૂઆત કરાવી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય અને શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ તે વર્ષની સૌથી મોટી બ્લોક-બસ્ટર ફિલ્મ સાબિત થઈ. ફિલ્મે બોક્સ-ઓફિસ પર ખુબ કમાણી કરી હતી. ત્યારબાદ તેમણે તેના ભાઈ સાથે ફિલ્મ મેરે યાર કી શાદી હૈનું દિગ્દર્શન કર્યું. જે બોક્સ ઓફિસ પર ફલોપ સાબીત થઈ.

 

2004 માં યશરાજ બેનર હેઠળ અનેક હિટ ફિલ્મ્સનું નિર્માણ અને દિગ્દર્શન કરવામાં આવ્યું હતું જેમાં ધૂમ, વીર-ઝારા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ બંને ફિલ્મોએ બોક્સ-ઓફિસ પર જબરદસ્ત કમાણી કરી હતી. તે જ સમયે, વિવેચકોની પણ ઘણી પ્રશંસા મળી. આ ફિલ્મ તે વર્ષે સૌથી વધુ કમાણી કરનારી સાતમી ફિલ્મ સાબિત થઈ.

તે પછી આદિત્ય ચોપરાએ અનેક હિટ ફિલ્મ્સનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું. તેમાંથી બંટી ઓર બબલી, સલામ નમસ્તે, ફના, ધૂમ 2, ચક દે ઇન્ડિયા. ફિલ્મ ચક દે ઇન્ડિયા દેશની રાષ્ટ્રીય રમત હોકીને સમર્પિત હતી. આ ફિલ્મમાં શાહરૂખ ખાન હોકી કોચની ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે બોક્સ-ઓફિસ પર ખુબજ સારી કમાણી સાથે ફિલ્મએ રાષ્ટ્રીય પુરસ્કાર પણ પોતાના નામે કર્યો હતો.

ત્યારબાદ તેમણે શાહરૂખ ખાનની સાથે ફિલ્મ રબ ને બના દી જોડી ફિલ્મનું દિગ્દર્શન કર્યું. આ ફિલ્મથી અનુષ્કા શર્માએ હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મે બોક્સ-ઓફિસ પર ઘણી સારી કમાણી કરી હતી.

પહેલી મુલાકાત રેસ્ટોરન્ટમાં થઈ હતી

રાની મુખર્જી (Rani Mukerji) અને આદિત્ય ચોપડા પહેલીવાર સંપન રેસ્ટોરન્ટમાં મળ્યા હતા, જ્યારે રાનીએ ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’ માં કામ કર્યું હતું. આદિત્ય ચોપરાએ પહેલી જ મીટિંગમાં જ રાની પર પોતાનું દિલ દઈ ચુક્યા હતા. આ પછી, તેઓએ ફિલ્મ નિર્માતા કરણ જોહરને રાનીને ‘કુછ કુછ હોતા હૈ’માં કાસ્ટ કરવા કહ્યું, ત્યારબાદ બંનેએ ગુપ્ત રીતે એક બીજાને ડેટ કરી હતી.

ઇટાલીમાં કર્યા બીજા લગ્ન

આદિત્ય અને રાની ના અફેરના સમાચાર ઘણા સમયથી મીડિયામાં આવી રહ્યા હતા, પરંતુ તે બંનેમાંથી કોઈએ પણ આ સમાચારની પુષ્ટિ કરી નથી. બંનેએ 2014 માં ઇટાલીમાં લગ્ન કર્યાં હતાં. આ બંનેની એક પુત્રી આદીરા છે.

આદિત્ય ચોપરાની નેટ વર્થ

ફિલ્મ નિર્માતા યશ રાજ ફિલ્મ્સના દિવંગત સ્થાપક યશ ચોપરાના પુત્ર આદિત્ય ચોપરા હાલમાં 890 મિલિયન USD (લગભગ 66 અબજ) નાં માલિક છે. એકલા ‘YRF’ થી, આદિત્ય એક વર્ષમાં 961 કરોડ રુપિયાની કમાણી કરે છે. તેમની પત્ની રાણી વિશે વાત કરીએ તો, 2021 માં એક અહેવાલ મુજબ, રાનીની કુલ સંપત્તિ 12 મિલિયન USD (લગભગ 90 કરોડ) છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati