
આ દિવસોમાં એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો એક ગુજરાતી બેનનો છે, જેને જોયા પછી તમારું પેટ દુખવા લાગશે. એક મિનિટ રાહ જુઓ લોકોએ અલગ અલગ તેના વીડિયો બનાવીને તેને વાયરલ કર્યો છે. આ વીડિયો એટલો ફની છે કે યુઝર્સ તેને વારંવાર જોઈ રહ્યા છે. આ વીડિયોમાં એક મહિલા પોતાના નામનો ઉલ્લેખ કરી રહી છે અને તેમની કહેવાની સ્ટાઈલ પર લોકો વીડિયો બનાવી રહ્યા છે.
ખરેખર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક મહિલાને સવાલ પુછવામાં આવે છે, રિપોર્ટર તેમને પોતાનું નામ પુછે છે તેના જવાબમાં તે પોતાનું નામ હંસાબેન ભરતભાઈ પરમાર જણાવે છે, તે દિલ્હીના મુખ્યમંત્રીનું પણ નામ લે છે અને જ્યારે રિપોર્ટર તેમને કેજરીવાલની પાર્ટી પર સવાલ પુછે છે, ત્યારે તે સાવરણા વાડા તરીકે જવાબ આપે છે.
હાલ આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને લોકો તેને જોરદાર શેર પણ કરી રહ્યા છે અને અલગ અલગ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર અત્યાર સુધીમાં ઘણા યુઝર્સે પોતાનો પ્રતિભાવ આપ્યો છે. આમ તો સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં લોકો અવનવા સ્ટેપ્સ કરતા જોવા મળતા હોય છે ત્યારે બાળકોથી લઈ દરેક ઉંમરના લોકો પોતાના વીડિયો શેર કરતા હોય છે.
જોકે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે અહીં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય. લોકોને વાયરલ વીડિયોમાં ખાસ કરી ફની વીડિયો જોવા ખુબ ગમતા હોય છે. લોકો આ વીડિયો ન માત્ર જુએ જ છે પરંતુ તેમના મિત્રો સાથે પણ શેર કરે છે.
નોંધ: આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, આ અલગ અલગ વીડિયો ખાલી મનોરંજન માટે બનાવવામાં આવ્યા છે. આ વીડિયોથી કોઈની લાગણી દુભાવવાનો હેતુ નથી.
Published On - 2:55 pm, Thu, 21 December 23