ગજબ ! ભારે વરસાદમાં વરરાજા નીકળ્યા દુલ્હનને લેવા, વીડિયો વાયરલ થતા યુઝર્સ કહ્યુ” કુછ ભી હો શાદી કરકે રહુંગા”

આજકાલ લગ્નનો એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારે વરસાદ વચ્ચે નીકળતી જાન જોઈને સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે.

ગજબ ! ભારે વરસાદમાં વરરાજા નીકળ્યા દુલ્હનને લેવા, વીડિયો વાયરલ થતા યુઝર્સ કહ્યુ કુછ ભી હો શાદી કરકે રહુંગા
Wedding funny video goes viral

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર લગ્ન સંબધિત વીડિયો (Wedding video) વાયરલ થતા જોવા મળે છે.કેટલાક વીડિયો જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે.તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો ઈન્ટરનેટ(Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક વરરાજા(Groom)  ભારે વરસાદ વચ્ચે લગ્નમાં જતા જોવા મળે છે, આ વીડિયો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વરરાજા હાથમાં છત્રી લઈને વરસાદમાં પોતાની દુલ્હનને લેવા જતો જોવા મળે છે. આ સાથે સગા-સંબંધીઓ(Relatives)  પણ વરસાદમાં ભીંજાયને વરરાજાની પાછળ જતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ધમાલ મચી ગઈ છે,કેટલાક લોકો આ વરરાજાને સલાહ આપતા પણ જોવા મળે છે.

જુઓ વીડિયો

આ રીતે નીકળ્યા વરરાજા….

વીડિયોમાં તમે જોઈ શકો છો કે ભારે વરસાદ પડી રહ્યો છે અને જ્યાં જુઓ ત્યાં બધે કાદવ કીચડ છે, પરંતુ વરરાજા થોડી પણ રાહ જોવા તૈયાર નથી અને તેણે વરસાદની ચિંતા ન કરી. ચાલુ વરસાદમાં (Heavy Rains) માથા પર છત્રી રાખીને ઘોડી ઉપર સવાર થઈ ગયા.નવાઈની વાત તો એ છે કે, જાનમાં સંબધીઓ પણ સાથે વરસાદમાં ભીંજાઈને જતા જોવા મળે છે.કેટલાક મહેમાનોએ વરસાદથી બચવા તગારાનો સહારો લીધો છે,જે જોઈને યુઝર્સ ખુબ હસી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી Memes_bks પરથી શેર કરવામાં આવ્યો છે.સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, કુછ ભી હો શાદી કરકે રહુંગા….આ વીડિયો યુઝર્સને (Users)ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : માં તે માં : પોતાના બાળકનો જીવ બચાવવા આ માતાએ માનવભક્ષી દિપડા સામે ભીડી બાથ, જુઓ Photo

આ પણ વાંચો : ઘેલા વરરાજા ! પોતાના લગ્નમાં ભાન ભુલ્યો આ યુવાન, 15 ફૂટ ઉંચા DJ પર ચઢીને કર્યો ડાન્સ, જુઓ VIDEO

  • Follow us on Facebook

Published On - 9:57 am, Wed, 1 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati