દિલ તો બચ્ચા હેજી! દાદી લપસીયા ખાતા પડ્યા ઉંધા માથે, વીડિયો જોઈ હસીને લોટપોટ થઈ જશો

હાલ વાયરલ થઈ રહેલ વીડિયોમાં એક દાદી લપસીયા ખાવા પાર્કમાં ગયા છે પરંતુ લપસીયાની મજા તેમના માટે સજા બની ગઈ હતી. ત્યારે જે લોકોએ તેમને નીચે પડતા જોયા તે પોતાનું હસવું રોકી શક્યા નહીં.

દિલ તો બચ્ચા હેજી! દાદી લપસીયા ખાતા પડ્યા ઉંધા માથે, વીડિયો જોઈ હસીને લોટપોટ થઈ જશો
Funny Viral Video
Image Credit source: Instagram
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Nov 20, 2022 | 5:15 PM

કહેવાય છે કે જ્યારે વ્યક્તિ વૃદ્ધ થાય છે ત્યારે તેનું બાળપણ ફરી જાગી જાય છે. એક રીતે બાળકો અને વૃદ્ધો સમાન હોય છે. હાલ વાયરલ થઈ રહેલ વીડિયોમાં એક દાદી લપસીયા ખાવા પાર્કમાં ગયા છે પરંતુ લપસીયાની મજા તેમના માટે સજા બની ગઈ હતી. ત્યારે જે લોકોએ તેમને નીચે પડતા જોયા તે પોતાનું હસવું રોકી શક્યા નહીં. akhitkumar090 દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં, જ્યારે દાદીમાં રહેલું બાળપણ જાગ્યું, ત્યારે તે આનંદ માણવા માટે લપસીયા પર ચઢી ગયા પણ તેમાથી નીચે ઉતરતાની સાથે જ દાદીમાની હાલત જોઈને બધા અચંબામાં પડી ગયા. મજાની વાત એ છે કે દાદી પોતે જ તેમના આ હરકત પર હસવા લાગ્યા હતા. વીડિયોને 60,000 થી વધુ લાઈક્સ મળી છે.

દાદીની અંદર જાગેલા બાળપણએ તેમની મજાને સજા બનાવી દીધી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે દાદી લપસીયા ખાવા માટે સ્લાઈડ પર ચઢે છે તેમની પાછળ બીજી મહિલાઓ પણ જોવા મળે છે. ત્ચારે દાદી જેવા લપસીયા ખાવા નીચેની તરફ આવે છે તેવા જ તેઓ ધડાકાભેર ઉંધા માથે પટકાય છે. ત્યારે આજુબાજુ રહેલા લોકો હસતા જોવા મળે છે અને મજાની વાત તો એ છે કે દાદી પોતો પણ તેમની આ હરકત પર હસતા જોવા મળે છે.

દાદીમાની મસ્તી, હાસ્ય અને તેમના ચહેરા પરનું સ્મિત કહી દેતું હતું કે બાળપણને ફરી જીવીને આજે તેમને કેટલી ખુશી મળી છે. ભલે તે પડી ગયા, ભલે તેમને થોડી ઈજા થઈ હોય. પરંતુ રમતગમત અને આનંદમાંની આ ક્લિપ ઘણું બધુ કહી જાય છે. દાદીએ પોતાની ઈજાને અવગણીને ખુશી અને રમતગમતનો આનંદ માણ્યો. આ ઉંમરે પણ વૃદ્ધ મહિલાની આ ભાવના ચોક્કસપણે હૃદય સ્પર્શી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati