બાપરે ! નીરજ ચોપરા પાછળ પાગલ છે છોકરીઓ, સોશિયલ મીડિયા પર ખુલ્લે આમ લગ્નના પ્રસ્તાવ આપે છે

ગોલ્ડન બોય નીરજ ચોપરા પાછળ છોકરીઓ પાગલ છે તે જ્યારે પણ પોતાનો કોઇ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે તો છોકરીઓ તેમના ફોટોઝ પર કોમેન્ટ કરવા લાગે છે, કેટલીક વાર તો છોકરીઓ તેની પોસ્ટ પર ઝગડી પડે છે.

બાપરે ! નીરજ ચોપરા પાછળ પાગલ છે છોકરીઓ, સોશિયલ મીડિયા પર ખુલ્લે આમ લગ્નના પ્રસ્તાવ આપે છે
Girls mad after Olympic winner Neeraj Chopra, sending marriage proposals on social media

તમે બધા જાણતા હશો કે આજની તારીખમાં ઓલિમ્પિયન નીરજ ચોપરાની ફેન ફોલોઈંગ કેટલી મોટી છે. પરંતુ છોકરીઓમાં કેટલો ક્રેઝ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે નીરજને હવે સોશિયલ મીડિયા પર પણ લગ્નના પ્રસ્તાવો મળી રહ્યા છે.

છોકરીઓ ખુલ્લેઆમ કહી રહી છે કે, તમે મારી સાથે લગ્ન કરશો. ભારતમાં લગભગ દરેક છોકરીઓ નીરજની દિવાની બની રહી છે. આવી સ્થિતિમાં કહેવું ખોટું નહીં હોય કે નીરજ દેશના એલીજીબલ બેચલર્સમાંથી એક છે.

તમને જણાવી દઈએ કે નીરજ સોશિયલ મીડિયા પર પણ ખૂબ સક્રિય છે. જ્યારે પણ તે તેના કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરે છે, તે તરત જ વાયરલ થઈ જાય છે. તાજેતરમાં જ ટ્વિટર પર તેણે ચા સાથે રોટલી માણતી પોતાની તસવીર શેર કરી છે, જે વાયરલ થઈ છે. રસપ્રદ વાત એ છે કે મોટાભાગની છોકરીઓએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી છે. એટલું જ નહીં, આમાંની ઘણી છોકરીઓએ તેને લગ્નનો પ્રસ્તાવ પણ આપ્યો છે.

 

છોકરીઓ નીરજ પ્રત્યે એટલી પાગલ છે કે તેણે સોશિયલ મીડિયા પર જ પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે. નીરજની ટ્વિટર પોસ્ટ પર ટિપ્પણી કરતા રોશની નામના યુઝરે લખ્યું છે, ‘મારી સાથે લગ્ન કરો અને મારી ટેન્શનને પણ  બાય-બાય કરી દો. તો, દેવયાની નામના યુઝરે નીરજની કેટલીક તસવીરો શેર કરી અને ટિપ્પણી કરી, ‘મને કુર્તામાં આ દેશી છોકરો ગમે છે’.

 

આ સિવાય અદિતિ નામના યુઝરે નીરજને પૂછ્યું કે, શું તમે મારી સાથે ડેટ પર જશો ? અદિતિની આ ટિપ્પણી પર બીજી છોકરી તેની સાથે વિવાદ કરલા લાગે છે. અદિતિને જવાબ આપતા આ છોકરીએ લખ્યું છે, આવતા વર્ષે રાખડી બાંધવાની તૈયારી કરો. જે બાદ અદિતિએ પણ જવાબ આપ્યો અને લખ્યું, તે મારા પ્રિય છે. જો કે, આ લડાઈનો અંત પ્રેમાળ આવ્યો હતો.

 

આ પણ વાંચો –

NIACL AO Recruitment 2021: ન્યૂ ઇન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીમાં પોસ્ટ માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે, આ રીતે અરજી કરો

આ પણ વાંચો –

RAJKOT : વ્યાજખોરીના ત્રાસમાં સોની વેપારીએ જીવન ટુંકાવ્યું, સ્યુસાઇડ નોટમાં 8 વ્યાજખોરોનો ઉલ્લેખ

આ પણ વાંચો –

IPL 2021 PBKS vs RR Live Streaming: પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ ક્યાં, ક્યારે અને કેવી રીતો જોઇ શકશો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati