છોકરીએ કમર પર બનાવડાવ્યુ બોયફ્રેન્ડના નામનું ટેટૂ, અઠવાડિયા બાદ થઇ ગયુ બ્રેકઅપ !!

એક અઠવાડિયા પહેલા આ ટેટૂ તેના બોયફ્રેન્ડનું હતું, પરંતુ એક અઠવાડિયા પછી, આ નામ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડનું થઈ ગયું છે. હવે બંનેના બ્રેક-અપ બાદ યુવતી મૂંઝવણમાં છે કે આ ટેટૂનું શું કરવું?

છોકરીએ કમર પર બનાવડાવ્યુ બોયફ્રેન્ડના નામનું ટેટૂ, અઠવાડિયા બાદ થઇ ગયુ બ્રેકઅપ !!
Girl gets tattoo with Boyfriend's name on her waist. Two break up after few days

આજના સમયમાં ટેટૂ કરાવવું એક સામાન્ય બાબત બની ગઈ છે. મોટાભાગના લોકો આ શોખ પૂરો કરે છે. ઘણા લોકો ટેટૂથી કેટલીક મનપસંદ ડિઝાઇન બનાવે છે, તો કેટલાક લોકો એવા છે જેઓ તેમના પ્રિયજનોના નામના ટેટૂ કરાવે છે. તમે ઘણી વખત જોયું હશે કે સાંભળ્યું હશે કે કોઈ છોકરીએ તેના બોયફ્રેન્ડના નામનું ટેટૂ કરાવ્યું હોય. પરંતુ શું તમે આ સાથે સાંભળ્યું છે કે ટેટૂ કરાવ્યા પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું. કદાચ નહિ! પરંતુ તમને જણાવી દઈએ કે આ સત્ય છે. વાસ્તવમાં, એક છોકરીએ તેની કમર પર તેના બોયફ્રેન્ડના નામનું એક મોટું ટેટૂ બનાવ્યું, જે પછી તેનું બ્રેકઅપ થઈ ગયું.

તમને જણાવી દઈએ કે આ કારનામું એશલિન ગ્રેસ (Ashlyn Grace) નામની છોકરીનું છે. તે ઘણીવાર TikTok દ્વારા તેની વાર્તાઓ શેર કરતી રહી છે અને આ વખતે પણ તેણે તે જ કર્યું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ટેટૂ પણ બતાવ્યું છે. એક અઠવાડિયા પહેલા આ ટેટૂ તેના બોયફ્રેન્ડનું હતું, પરંતુ એક અઠવાડિયા પછી, આ નામ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડનું થઈ ગયું છે. હવે બંનેના બ્રેક-અપ બાદ યુવતી મૂંઝવણમાં છે કે આ ટેટૂનું શું કરવું?

એશલિન ગ્રેસની ઉંમર 21 વર્ષ છે. તેણીએ તેની કમર પર તેના બોયફ્રેન્ડના નામનું ટેટૂ કરાવ્યું હતું. જાણકારી માટે તમને જણાવી દઈએ કે તેના બોયફ્રેન્ડનું નામ બહુ સરળ અને નાનું નહોતું. તેનું નામ એલેક્ઝાંડર હતું. આટલુ મોટુ નામ લખાવતા યુવતીને કેટલી પીડા થઈ હશે એનો અંદાજો લગાવી શકાય છે. લોકોને ટેટૂ બતાવતા યુવતીએ કહ્યું કે તેને અફસોસ છે કે તેણે આટલું મોટું ટેટૂ કરાવ્યું.

સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ છોકરીના ટેટૂને જોઈને આશ્ચર્યચકિત છે. વીડિયો જોયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘મેં આટલા મોટા નામનું ટેટૂ પહેલીવાર જોયું છે.’ અન્ય યુઝરે યુવતીને આ જ નામનો બીજો બોયફ્રેન્ડ શોધવાનું સૂચન કર્યું હતું.

આ પણ વાંચો –

T20 World Cup 2021: કેએલ રાહુલના વિક્રમી અર્ધશતક પર આથિયા શેટ્ટી ‘ઘાયલ’ થઇ, Viral થઇ તસ્વીર

આ પણ વાંચો –

પાકિસ્તાન સામેની મેચમાં ભારતની હારની મજાક ઉડાવવી પડી ભારે, પતિ એ જ પત્નિ અને સાસરિયા વિરુધ્ધ નોંધાવી પોલીસ ફરિયાદ

આ પણ વાંચો –

T20 World Cup 2021: ટીમ ઇન્ડિયાના નસિબનો ફેંસલો શનિવારે થશે, જીત બાદ સમિફાઇનલની આવી છે ફોર્મ્યૂલા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati