Viral Video : સોશિયલ મીડિયા પર પ્રાણી સંબધિત વીડિયો દરરોજ વાયરલ થતા જોવા મળે છે.સામાન્ય રીતે માણસોને પ્રાણીઓ (Animals) પ્રત્યે ખાસ લગાવ હોય છે.તમે અત્યાર સુધી લોકોને કુતરા, બિલાડીને પાળતા જોયા હશે,પરંતુ શું તમે ક્યારેય કોઈ સિંહને(Lion) માણસે પાળ્યો હોય તેવુ સાંભળ્યુ છે ? જી હા તમને જાણીને નવાઈ લાગશે પણ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે.જેમાં એક યુવતી જે રીતે સિંહને પોતાના હાથમાં પકડી રહી છે તે જોઈને તમારા હોંશ ઉડી જશે.
રિપોર્ટ્સ અનુસાર આ વીડિયો કુવૈતનો જણાવવામાં આવી રહ્યો છે. જેમાં એક પાલતુ સિંહ પરિવારના ઘરની બહાર ભાગી ગયો હતો. આ પછી સિંહના માલિકે પોલીસને(Police) પણ આ અંગે જાણ કરી હતી. રાત્રે બધા સિંહની શોધમાં નીકળી પડ્યા. આ દરમિયાન કોઈએ સિંહને ખુલ્લામાં ફરતો જોયો હતો. ત્યારે ત્યાં હાજર લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જેથી આ યુવતીને જાણ થતા જ તે સ્થળે પહોંચી અને સિંહને તેણે હાથમાં પકડીને તેને કારમાં બેસાડ્યો. આ ઘટનાના શોકિંગ CCTV ફૂટેજ વીડિયો જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા છે.
My neighbor and her dog seemed to not be getting along last night pic.twitter.com/fUGcpuTkMY
— Arlong (@ramseyboltin) January 3, 2022
સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈને ખૂબ જ ચોંકી ગયા છે. યુઝર્સ (Users) આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે નીચે ઉતરવા માટે સિંહ ગર્જના કરતો જોવા મળી રહ્યો છે. વીડિયો પર કોમેન્ટ કરતા અક યુઝરે લખ્યુ કે, આ રીતે સિંહને પાળીને જીવ જોખમમાં ન મુકવો જોઈએ.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ દિલ ધડક દ્રશ્ય જોઈને મને મારી આંખ પર પણ વિશ્વાસ નથી આવી રહ્યો. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments)આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Viral Video : યુવકે બિલ્ડિંગ પર કર્યા ખતરનાક સ્ટંટ, જોઈને યુઝર્સ કહ્યુ “હિંમત હોય તો જ જુઓ”