Viral Video: પાણી પી રહેલા ચિત્તાનો મગરએ કર્યો શિકાર, એક ઝાટકે કરી દીધું કામ તમામ

તમે સોશિયલ મીડિયા (Social Media)પર પણ આવા ઘણા વીડિયો જોયા હશે, જેમાં મગર વિવિધ પ્રકારના પ્રાણીઓનો શિકાર કરતા જોવા મળે છે. આજકાલ એક એવો જ વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે ચોક્કસ દંગ રહી જશો.

Viral Video: પાણી પી રહેલા ચિત્તાનો મગરએ કર્યો શિકાર, એક ઝાટકે કરી દીધું કામ તમામ
Shocking Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 3:50 PM

મગરની ગણતરી વિશ્વના સૌથી ભયાનક પ્રાણીઓમાં થાય છે. તેને ‘વોટર મોન્સ્ટર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એટલા માટે કે પાણીની નીચે તેમનો સામનો કરવાની શક્તિ કોઈપણ જંગલી પ્રાણીમાં નથી, પછી ભલે તે સિંહ હોય. પાણીની નીચે, તેઓ સિંહ પર પણ ભારે પડે છે. તમે સોશિયલ મીડિયા (Social Media)પર પણ આવા ઘણા વીડિયો જોયા હશે, જેમાં મગર વિવિધ પ્રકારના પ્રાણીઓનો શિકાર કરતા જોવા મળે છે. આજકાલ એક એવો જ વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે ચોક્કસ દંગ રહી જશો.

આ વીડિયોમાં એક મગર તળાવમાં પાણી પીતા ચિત્તાનો ખતરનાક રીતે શિકાર કરતો જોવા મળે છે. તે ચિત્તાને નાસી છૂટવાનો મોકો નથી આપતો અને ચીત્તા પાસે પાણીમાંથી બહાર આવવાનો પણ કોઈ ચાન્સ નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે ચિત્તો ખૂબ જ સાવધાનીથી પાણી પી રહ્યો છે. તે સામેની તરફ નજર રાખી રહ્યો છે, પણ તેને મગરના આગમનનો સહેજ પણ ખ્યાલ નહોતો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

મગર ખૂબ જ ગુપ્ત રીતે પાણીમાંથી બહાર આવ્યો અને ચિત્તાને પળવારમાં પકડીને ખેંચીને પાણીની અંદર લઈ ગયો. તે બચવા માટે પાણીમાં તેના પગ મારતો રહ્યો, પરંતુ મગરે તેને ખરાબ રીતે પકડી રાખ્યો. આવી સ્થિતિમાં આખરે બિચારા ચિત્તોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

મગરનો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @natureisbruta1 નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. 45 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 68 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે મગરે વીજળીની ઝડપે ચિત્તાનો શિકાર કર્યો, તો કેટલાક કહી રહ્યા છે કે ‘પ્રક્રૃતિ ખરેખર ક્રૂર છે’.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">