સોશિયલ મીડિયા પર ફરીથી ટ્રેન્ડ થઈ રહ્યુ છે #ghostphotochallenge, તસવીરો જોઈને તમે પણ ડરી જશો

આ દિવસોમાં 'ઘોસ્ટ ફોટો ચેલેન્જ' સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. મોટી સંખ્યામાં યુઝર્સ ભૂતના પોશાકમાં તેમના ફોટા ઇન્સ્ટાગ્રામ પર #ghostphotochallenge હેશટેગ સાથે શેર કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ફરીથી ટ્રેન્ડ થઈ રહ્યુ છે #ghostphotochallenge, તસવીરો જોઈને તમે પણ ડરી જશો
#ghostphotochallenge Trend on social media
TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Oct 01, 2021 | 5:46 PM

Viral : ઇન્ટરનેટની દુનિયામાં અવારનવાર કેટલાક ચેલેન્જ જોવા મળે છે. જેમાં સેલેબથી લઈને સામાન્ય લોકો પણ આ ચેલેન્જમાં ભાગ લેતા જોવા મળે છે. ત્યારે આજકાલ સોશિયલ મીડિયા પર ‘ઘોસ્ટ ફોટો ચેલેન્જ’ ખુબ વાયરલ થઈ રહ્યુ છે. મોટી સંખ્યામાં યુઝર્સ ભૂતના પોશાક પહેરીને તેની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર #ghostphotochallenge અને #ghostphotoshoot હેશટેગ સાથે શેર કરી રહ્યા છે.

સેલેબ્સથી લઈને સામાન્ય લોકો આ ચેલેન્જમાં સામેલ

તમને જણાવી દઈએ કે, આ ચેલેન્જમાં સોશિયલ મીડિયા યુઝર્સે પોતાની જાતને સફેદ ચાદરથી ઢાંકીને કાળા ચશ્મા પહેરતા જોવા મળે છે. એટલુ જ નહિ યુઝર્સ ફોટોશૂટ (PhotoShoot) કરાવવા માટે કોઈપણ વિચિત્ર સ્થળ પસંદ કરે છે.સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહેલી આ તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો.

જુઓ તસવીરો

તમને જણાવી દઈએ કે, આ ચેલેન્જ પહેલી વાર નથી. આ અગાઉ વર્ષ 2020 માં TikTok પર જોવા મળ્યુ હતુ. તે બાદ અશ્વેતોના સમાન અધિકારો માટે ‘બ્લેક લાઈવ્સ મેટર’ હેશટેગ ટ્રેન્ડ કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો: Video : દુલ્હનના ભાઈએ એવો ડાન્સ કર્યો કે યુઝર્સને આવી સુશાંતની યાદ, ડાન્સ સ્ટેપ જોઇને તમે પણ ચોંકી જશો !

આ પણ વાંચો:  Harnaaz Sandhu : મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021માં ચંદીગઢની આ યુવતીએ મારી બાજી, જાણો આ બ્યુટી પેઝન્ટ વિશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati