Viral Video: ચોરી કરવા આવેલા શિખાઉ ચોરે જેવી જ બંદુક કાઢી, કે થયું કંઈક આવું, ચોરી તો દૂર પણ ભાગવું પડ્યું ભારે, લોકોએ કહ્યું ‘ક્યા ગૂંડા બનેગા રે તું’

આજના સમયમાં ચોરો લૂંટ કરવા માટે બંદૂક લઈને નીકળી રહ્યા છે. આજકાલ આને લગતો એક ખૂબ જ ફની વીડિયો (Funny Viral Video)સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે ચોક્કસ હસી પડશો. .

Viral Video: ચોરી કરવા આવેલા શિખાઉ ચોરે જેવી જ બંદુક કાઢી, કે થયું કંઈક આવું, ચોરી તો દૂર પણ ભાગવું પડ્યું ભારે, લોકોએ કહ્યું 'ક્યા ગૂંડા બનેગા રે તું'
Funny robbery videoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2022 | 9:28 AM

આજકાલ ચોરી અને લૂંટની ઘટનાઓ ખૂબ જ જોવા મળી રહી છે. ચોરો એટલા નીડર બની ગયા છે કે તેમને ન તો પકડાઈ જવાનો કે ન પોલીસનો ડર છે. રસ્તા પર ખુલ્લેઆમ લોકોને લૂંટે (Funny robbery video)છે, હથિયારોના દમ પર દુકાનો લૂંટે છે અને આરામથી નીકળી જાય છે. ખાસ વાત એ છે કે આજના ચોરો લૂંટ કરવા માટે છરી જેવા હથિયારો સાથે નથી નીકળી રહ્યા, પરંતુ બંદૂક લઈને નીકળી રહ્યા છે. આવી સ્થિતિમાં, સ્વાભાવિક છે કે લોકો ડરના માર્યા તમામ રોકડ અને ઘરેણાં વગેરે તેમને સોંપી દે છે, પરંતુ આજકાલ આને લગતો એક ખૂબ જ ફની વીડિયો (Funny Viral Video)સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે ચોક્કસ હસી પડશો. .

વાસ્તવમાં, આ વીડિયોમાં ચોર એક ઓફિસમાં લૂંટના ઈરાદે ઘૂસ્યો હતો, પરંતુ ભૂલથી તેના હાથમાંની બંદૂક રિસેપ્શન પર ઉભેલી યુવતી પાસે પડી જાય છે. તો પછી શું તે જીવ બચાવીને બંદૂક લીધા વિના જ ત્યાંથી ભાગી ગયો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી રિસેપ્શન પર ઉભી છે અને સામેના દરવાજેથી એક માણસ આવે છે અને તે આવતા જ ટશનમાં તેના ખિસ્સામાંથી બંદૂક કાઢે છે, પરંતુ ભૂલથી તેના હાથમાંથી બંદૂક છૂટી જાય છે. જે ત્યાં ઉભેલી છોકરી ઉપાડે છે. જો કે આ દરમિયાન ચોર બંદૂક લેવા માટે આગળ વધે છે, પરંતુ ત્યાં સુધીમાં છોકરીએ તે ઉપાડી લીધી હતી, આ સ્થિતિમાં તે ચોર પોતાનો જીવ બચાવી ત્યાંથી ભાગવું જ યોગ્ય સમજે છે. ભાગવાના ચક્કરમાં ચોરનું પેન્ટ પણ નીચે ઉતરી જાય છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

લૂંટનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @TansuYegen નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે. માત્ર 15 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 7.4 મિલિયન એટલે કે 74 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું કે ‘તેણે ભાગતી વખતે તેનું પેન્ટ પણ ઉતરી જાય છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું કે ‘તેને કદાચ તેના બોસ તરફથી યોગ્ય માર્ગદર્શન મળ્યું નથી’.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">