લો બોલો ! આ અંતરિક્ષયાત્રીએ સ્પેશ સ્ટેશનમાં જ કસરત કરી, Video જોઈને તમને પણ આશ્વર્ય થશે

તાજેતરમાં એક અવકાશયાત્રીનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્પેસ સ્ટેશનમાં જ વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને તમને પણ આશ્વર્ય થશે.

લો બોલો ! આ અંતરિક્ષયાત્રીએ સ્પેશ સ્ટેશનમાં જ કસરત કરી, Video  જોઈને તમને પણ આશ્વર્ય થશે
astronaut workout video Viral on social media

Viral Video: સ્વાસ્થ્યને સારી રીતે રાખવા માટે કસરત કરવી ખુબ જરૂરી છે. જેમાં કેટલાક લોકો એવા હોય છે, જે કોઈપણ પરિસ્થિતિ કે કોઈ પણ જગ્યાએ કસરત કરતા જોવા મળે છે. મોટાભાગના સ્વસ્થ લોકો ઈચ્છતા હોય છે કે તેઓ પોતાની જાતને કોઈપણ રીતે ફિટ રાખી શકે. હવે તે જમીન પર હોય કે આકાશમાં. આજકાલ એક અવકાશયાત્રીનો (Astronaut)એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે સ્પેસ સ્ટેશનમાં જ વર્કઆઉટ(Work Out)  કરતો જોવા મળી રહ્યો છે.

આ અંતરિક્ષયાત્રી સ્પેશ સ્ટેશનમાં જ વર્કઆઉટ કરી રહ્યો છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક અવકાશયાત્રી અવકાશમાં જ વર્કઆઉટ કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ તેનું નામ થોમસ પેસ્કોટ છે અને તે ફ્રાન્સનો અવકાશયાત્રી છે. પેસ્કોટ મિશન આલ્ફા માટે તાલીમ લઈ રહ્યો છે. આ તેના આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનું (International Space Station) બીજું મિશન છે. આ અગાઉ પણ તેણે  સોશિયલ મીડિયા પર આ જગ્યાના વીડિયો શેર કર્યા હતા. પેસ્કોટ તેના પ્રથમ મિશન પ્રોક્સિમા પછી તેના બીજા મિશન પર હાલ કાર્યરત છે.

જુઓ વીડિયો

 ટ્વિટર પરથી Thomas Pesquet નામના એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી Thomas Pesquet નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયો જોઈને ખુબ આશ્વર્ય થઈ રહ્યુ છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આને કહેવાય કસરતનું ઝુનુન, જ્યારે અન્ય યુઝર્સ પણ અંતરિતક્ષયાત્રીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral Video : જંગલમાં 2 વાઘ વચ્ચે થઇ જબરદસ્ત લડાઇ, વીડિયો જોઇને તમે WWE ની મેચ ભૂલી જશો

આ પણ વાંચો:  Rescue Video: ઠંડા પાણીના તળાવમાં ફસાઇ ગયું કાંગારુ, 2 લોકો ખભા પર ઉઠાવીને બચાવી લાવ્યા, જુઓ ગજબ વિડિયો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati