આ દેખાડો કે જાહેરાત?… IIM ટેગ સાથે દૂધના પેકેટની ટ્વિટર પર છેડાઈ ચર્ચા

દૂધના પેકેટને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. ખરેખર, પેકેટ પર 'IIM એલ્યુમની' ટેગ જોડાયેલો છે. અર્થાત, IIMના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત. હવે આ મામલે ટ્વિટર પર ચર્ચા છેડાઈ છે.

આ દેખાડો કે જાહેરાત?... IIM ટેગ સાથે દૂધના પેકેટની ટ્વિટર પર છેડાઈ ચર્ચા
founded by iim alumni tag on milk packet stirs online debate
TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Mar 15, 2022 | 10:05 AM

દૂધનું પેકેટ (Milk Packet) ખરીદતી વખતે તમે કઈ બાબતોનું ધ્યાન રાખો છો? જો કે, લોકો સામાન્ય રીતે ફુલ ક્રીમ, ડબલ ટોન્ડ અથવા લેક્ટોઝ ફ્રી દૂધ લેવાનું પસંદ કરે છે. પણ શું તમે ક્યારેય દૂધવાળાની ડિગ્રી જોઈને દૂધનું પેકેટ ખરીદ્યું છે? નહીં ને. પરંતુ આ દિવસોમાં સોશિયલ મીડિયા (Social Media) પર દૂધના પેકેટને લઈને હોબાળો મચી ગયો છે. ખરેખર, દૂધના પેકેટ પર ‘Founded By IIM Alumni’ ટેગ છે. અર્થ, IIM ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા સ્થાપિત. હવે આ મામલે ટ્વિટર પર ચર્ચા છેડાઈ છે. લોકો પૂછી રહ્યા છે કે શું આ દેખાડો છે કે પછી જાહેરાતની નવી રીત છે?

તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર હલચલ મચાવનારા દૂધનું પેકેટ કન્ટ્રી ડીલાઈટ (Country Delight) કંપનીનું છે. આ કંપની ચક્રધર ગાડે (Chakradhar Gade) અને નીતિન કૌશલનું (Nitin Kaushal) સ્ટાર્ટઅપ છે. બંને IIM ઇન્દોરની 2007 બેચના સ્નાતક છે. ટ્વિટર પર ચર્ચા ત્યારે થઈ જ્યારે નમનબીર સિંહ નામના યુઝરે દૂધના પેકેટની તસવીર શેયર કરી અને પોસ્ટ વાયરલ થઈ ગઈ. નમનબીરે પૂછ્યું છે કે, દૂધના પેકેટ પર કોલેજ ટેગ લગાવવાનો શું અર્થ છે?

આ ટ્વીટ બાદ યુઝર્સમાં ચાલી હતી ચર્ચા

જો કે, યુઝરે એમ પણ લખ્યું છે કે, તે કંપની કે તેની પ્રોડક્ટની વિરુદ્ધ નથી. પરંતુ ઉત્પાદન પ્રત્યે ગ્રાહકનો વિશ્વાસ તેની ગુણવત્તાના આધારે બનાવવો જોઈએ અને કૉલેજ ટેગના આધારે નહીં.

નમનબીરની આ પોસ્ટને 8 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે. જ્યારે લગભગ 600 લોકોએ તેને રીટ્વીટ કરી છે. કેટલાક લોકો નમનબીરના વિચારો સાથે સહમત જણાય છે. જ્યારે કેટલાક લોકોનું કહેવું છે કે તેમાં કંઈ ખોટું નથી. ઘણા યુઝર્સ આના પર ફની કમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે, ‘જો તે દૂધ પીશે તો IIMમાં એડમિશન મળશે.’ ચાલો જોઈએ પસંદ કરેલા રિએક્શન.

આ પણ વાંચો: Milk : દુધ ગરમ કરવામાં મોડું થાય અને દુધ ફાટી જાય છે તો, અપનાવો આ સરળ રીત

આ પણ વાંચો: Viral: દિવાલ પર પ્લાસ્ટર કરવા ક્રેનથી લટકાવી દીધી ટ્રોલી, લોકોએ કહ્યું ‘જરૂરિયાત એ જુગાડની જનની છે’


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati