Fortune Cookieએ બદલી નાખ્યુ જીવન ! બેરોજગાર યુવતીની બદલાઇ કિસ્મત અને તે બની ગઇ કરોડપતી

અમાન્ડાએ પોતાની આ સ્ટોરીને ટીકટોક પર શેયર કરી છે. તેની આ કહાણીને લોકો ખૂબ શેયર કરી રહ્યા છે. લોકો તેના પર પોતાની વિવિધ પ્રતિક્રિયાઓ પણ નોંધાવી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે મહિલાને સાહસ કરવાથી ફાયદો થયો છે. 

Fortune Cookieએ બદલી નાખ્યુ જીવન ! બેરોજગાર યુવતીની બદલાઇ કિસ્મત અને તે બની ગઇ કરોડપતી
fortune cookie changed the fate of the woman
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2021 | 9:28 AM

નસીબ વિશે ઘણીવાર એવું કહેવામાં આવે છે કે તે ક્યારે, ક્યાં અને કેવી રીતે બદલાશે તેના વિશે કશું કહી શકાય નહીં. તમે એ કહેવત સાંભળી હશે કે જો નસીબ અને ઉપરવાળો સાથ આપે તો કિસ્મત બદલાતા વાર નથી લાગતી, આંખના પલકારામાં વ્યક્તિનું ભાગ્ય બદલાઈ જાય છે અને તે રોડપતિમાંથી કરોડપતિ બની જાય છે. આવું જ કંઇક અમેરિકામાં રહેતી અમાન્ડા (Amanda) સાથે થયું, જે સાંભળ્યા બાદ દરેકને આશ્ચર્ય થાય છે.

પોતાનો કિસ્સો શેર કરતાં મહિલાએ કહ્યું કે ફોર્ચ્યુન કૂકીએ (Fortune Cookie) તેનું જીવન બદલી નાખ્યું અને આજે તે કરોડપતિ છે. તેની વાર્તામાં આગળ, તેણે કહ્યું કે જ્યારે તેને આ કૂકી મળી, ત્યારે તેણે તેની નોકરી ગુમાવી દીધી હતી.

આવી સ્થિતિમાં મહિલાના પતિએ તેને ખુશ કરવા માટે કૂકીઝનું પેકેટ આપ્યું. આ કૂકી સાથે એક મેસેજ પણ મળ્યો હતો. જેમાં લખ્યું હતું કે, ‘તમે તમારો બિઝનેસ શરૂ કર્યા પછી ખૂબ જ ખુશ થવાના છો.’ કેટલાક લકી નંબરો સાથે, આ નોટો પર તે વ્યવસાયોના નામ પણ લખવામાં આવ્યા હતા, જેમાં તેઓ સફળ થઈ શકે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આ મેસેજ જોયા બાદ અમાન્ડાને ETSY શોપ (Handicraft Shop) ખોલવાનો વિચાર આવ્યો. જે બાદ તેને આ બિઝનેસથી ઘણો ફાયદો થયો અને તે રાતોરાત કરોડપતિ બની ગઈ. તમને જાણીને નવાઈ લાગશે કે હાલમાં મહિલાની કંપનીની કિંમત 12 કરોડથી વધુ છે. આ સફળતા અંગે અમાન્ડા કહે છે કે આત્મવિશ્વાસ સાથે કરવામાં આવેલ દરેક કાર્ય સફળતા આપે છે.

અમાન્ડાએ પોતાની આ સ્ટોરીને ટીકટોક પર શેયર કરી છે. તેની આ કહાણીને લોકો ખૂબ શેયર કરી રહ્યા છે. લોકો તેના પર પોતાની વિવિધ પ્રતિક્રિયાઓ પણ નોંધાવી રહ્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે મહિલાને સાહસ કરવાથી ફાયદો થયો છે.

આ પણ વાંચો –

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદે બીજા તબક્કાની પ્રથમ જીત બાદ કેપ્ટન ખુશ, આનંદમાં કહી આ આ મહત્વની વાત

આ પણ વાંચો –

Zojila Tunnel : એશિયાની સૌથી લાંબી ટનલ, સામાન્ય લોકો સાથે આર્મી માટે પણ સુવિધાજનક, જાણો તેની ખાસ વાતો

આ પણ વાંચો –

ATM નો ઉપયોગ કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો નહિતર ભેજાબાજો તમારી જીવનભરની કમાણી તફડાવી જશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">