રસ્તા પર 2 ગાડીઓ વચ્ચે થયો ભયંકર અકસ્માત, વીડિયો જોઇ રૂવાડાં ઉભા થઇ જશે

આ વીડિયો તેની કારમાં બેઠેલા એક વ્યક્તિએ રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં સામેથી એક કાર આવી રહી છે. ત્યારે અચાનક જ અલગ રસ્તા પરથી બીજી કાર આવે છે અને બંને અથડાય છે.

રસ્તા પર 2 ગાડીઓ વચ્ચે થયો ભયંકર અકસ્માત, વીડિયો જોઇ રૂવાડાં ઉભા થઇ જશે
Accident between 2 cars

સોશિયલ મીડિયા (Social Media) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ક્યારે શું વાઈરલ (Viral) થઈ જાય છે તેની ખબર પડતી નથી. તમે બધાએ અવારનવાર અકસ્માતના ઘણા વીડિયો જોયા હશે, જેને જોઈને તમારા શ્વાસ 2 સેકન્ડ માટે થંભી ગયા હશે. આ વીડિયો એવા હોય છે કે જોતા જ મોઢામાંથી નીકળે છે ‘ભગવાન રક્ષા કરો’ હવે હાલમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં 2 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત થતો જોવા મળી રહ્યો છે. આ વાયરલ વીડિયો (Viral Video) જોઈને બધા ચોંકી ગયા છે. સાથે જ લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે આ ઘટના એક રોડની છે. આ વીડિયો તેની કારમાં બેઠેલા એક વ્યક્તિએ રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં સામેથી એક કાર આવી રહી છે. ત્યારે અચાનક જ અલગ રસ્તા પરથી બીજી કાર આવે છે અને અચાનક બંને અથડાય છે. બંને વચ્ચે એટલી ભયંકર ટક્કર થાય છે કે આ વીડિયો જોઈને બધા દંગ રહી ગયા છે. થોડીવાર પછી બીજી વિચિત્ર ઘટના બને છે. વાસ્તવમાં, વીડિયોમાં જે કાર અથડાયા બાદ પલટી જાય છે, તે રસ્તા પર આવતા અન્ય વાહન પર પડી જાય છે.

 

આ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે, સાથે જ લોકો પોતાની આશ્ચર્યજનક પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તમે બધા આ વીડિયો પ્રોટેસ્ટ ન્યૂઝના પેજ પર જોઈ શકો છો. આ વીડિયોને શેર કરતા પેજના એડમિને કેપ્શનમાં લખ્યું, ‘અંત સુધી જુઓ’ આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ મળી રહી છે.

લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરતા, એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘આટલા ભયંકર અકસ્માત પછી આટલી ઝડપથી રસ્તો સ્વચ્છ થતા મે ક્યારેય જોયો નથી. હું સફેદ કારના ડ્રાઈવરને ઈનામ આપવા માંગુ છું’ અન્ય યુઝરે લખ્યું, ‘આવો વીડિયો પહેલા ક્યારેય નહીં જોયો હોય, સફેદ કાર એકદમ સુરક્ષિત છે’ ત્રીજા યુઝરે લખ્યું, ‘મારે જાણવું છે કે કાર કોણ ચલાવી રહ્યું હતું’, આ વીડિયોમાં એક આશ્ચર્યજનક ઈમોજી પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો –

40 લાખની લૂંટના કેસમાં કોર્ટના આદેશ બાદ 8 પોલીસકર્મીઓ સામે કેસ નોંધાયો; જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો – FIR on Sambit Patra: સોશિયલ મીડિયા પર ‘ફેક વીડિયો’ શેર કરવા બદલ બીજેપી નેતા સંબિત પાત્રા વિરુદ્ધ FIRનો આદેશ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati