Fact Check: જો તમને પણ RBIનો 4.62 કરોડ રૂપિયા મળવાનો ઈમેઈલ મળ્યો હોય તો આ લેખ ખાસ વાંચી લેજો

કેન્દ્રીય બેંકે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેણે લોકોને કોઈપણ પ્રકારની છેતરપિંડી અને કૌભાંડમાં ન પડવા માટે પણ કહ્યું છે, જે ભારતીય રિઝર્વ બેંકના કર્મચારીઓનો વેશ ધારણ કરીને લોકો કરી શકે છે.

Fact Check: જો તમને પણ RBIનો 4.62 કરોડ રૂપિયા મળવાનો ઈમેઈલ મળ્યો હોય તો આ લેખ ખાસ વાંચી લેજો
Reserve Bank of India Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 5:58 PM

શું તમને RBI તરફથી એક ઈમેઈલ મળ્યો છે, જેમાં સેન્ટ્રલ બેંકે (Central Bank) તમને 12,500 રૂપિયાની ચુકવણી કરવા પર 4.62 કરોડ રૂપિયાની ઓફર કરી છે. જો હા, તો અમે તમને જણાવી દઈએ કે આ ઈમેઈલ સંપૂર્ણપણે નકલી અને ખોટો (Fake) છે. બિલકુલ માનશો નહીં. આ તમારી સાથે છેતરપિંડીનું (Fraud) સાધન બની શકે છે. તેથી તેનાથી દૂર રહો. આવા ઈમેઈલનો જવાબ આપશો નહીં. PIB ફેક્ટ ચેકે આ માહિતી આપી છે. પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કર્યું કે આરબીઆઈના નામે મોકલવામાં આવેલ ઈમેઈલમાં 12,500 રૂપિયાની ચુકવણી પર 4.62 કરોડ રૂપિયા રજૂ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. તેણે કહ્યું કે આ ઈમેઈલ નકલી છે. તેમણે કહ્યું કે આરબીઆઈ અંગત માહિતી માગતા ઈમેઈલ મોકલતી નથી.

આ નકલી ઈમેઈલ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ કહ્યું કે તે ક્યારેય કોઈ અજાણ્યા ફોન નંબર અથવા ઈમેઈલ દ્વારા કોઈ વ્યક્તિનો સંપર્ક કરતી નથી. તેણે કહ્યું કે તે કોઈ વ્યક્તિને આવા પૈસા કે અન્ય કોઈપણ પ્રકારની અંગત માહિતી માંગતો નથી. રિઝર્વ બેંકે કહ્યું કે તે વ્યક્તિને પૈસા કે વિદેશી ચલણ કે અન્ય પ્રકારનું ફંડ આપતી નથી કે કોઈ વ્યક્તિના નામે ખાતું ખોલાવતી નથી.

લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું

કેન્દ્રીય બેંકે લોકોને સતર્ક રહેવા જણાવ્યું છે. તેણે લોકોને કોઈપણ પ્રકારની છેતરપિંડી અને કૌભાંડમાં ન પડવા માટે પણ કહ્યું છે, જે ભારતીય રિઝર્વ બેંકના કર્મચારીઓનો વેશ ધારણ કરીને લોકો કરી શકે છે.

રિઝર્વ બેંકે કહ્યું છે કે તે કોઈપણ વ્યક્તિનું કોઈ ખાતું જાળવતું નથી. આ સિવાય તેમણે કહ્યું કે આરબીઆઈ ઓફિસર તરીકે આવતા ગુનેગારોથી સાવધાન રહો. આ સિવાય આરબીઆઈ તરફથી કોઈ પણ વ્યક્તિ લોટરી કે વિદેશમાંથી ફંડ મેળવવા અંગે લોકોને ફોન કરતું નથી. આરબીઆઈ લોટરી ફંડ આપવા અંગે કોઈ ઈમેઈલ મોકલતી નથી. RBI આ સંબંધમાં કોઈ SMS કે પત્ર કે ઈમેઈલ મોકલતુ નથી.

કેન્દ્રીય બેંકે કહ્યું કે ભારતીય રિઝર્વ બેંકની એકમાત્ર સત્તાવાર અને સાચી વેબસાઈટ www.rbi.org.in છે અને લોકોએ કાળજી લેવી જોઈએ અને સમાન સરનામાંવાળી નકલી વેબસાઈટ દ્વારા ગેરમાર્ગે દોરવામાં ન આવે. તેમણે કહ્યું કે આવી છેતરપિંડી અંગે સ્થાનિક પોલીસ અથવા સાયબર ક્રાઈમ ઓથોરિટીને માહિતી આપવી જોઈએ.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">