માથાભારે પ્રેમીકા ! પ્રેમીના ઘરમાં ઘુસીને લગાવી આગ, વીડિયો કોલ કરીને કહ્યું- જોયું બેવફાઈનું પરિણામ

અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષની યુવતીની તેના બોયફ્રેન્ડના ઘરે આગચંપી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એવો પણ આરોપ છે કે યુવતીએ ઘરને આગ લગાડતા પહેલા લૂંટ ચલાવી હતી. સ્થાનિક પોલીસે આ સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને વાંચીને બધા દંગ રહી ગયા છે.

માથાભારે પ્રેમીકા ! પ્રેમીના ઘરમાં ઘુસીને લગાવી આગ, વીડિયો કોલ કરીને કહ્યું- જોયું બેવફાઈનું પરિણામ
Senaida Soto
Image Credit source: Facebook/Bexar County Sheriff's Office
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Nov 25, 2022 | 1:30 PM

કોઈ છોકરી એ સહન નહીં કરે કે તેનો બોયફ્રેન્ડ તેની પીઠ પાછળ તેની સાથે દગો કરે. પરંતુ જ્યારે એક યુવતીને લાગ્યું કે તેનો પ્રેમી બેવફા છે, ત્યારે તેને પાઠ ભણાવવા માટે ગુસ્સામાં આવીને તેણે કંઈક એવું કર્યું જેના કારણે તે સીધી જેલમાં પહોંચી ગઈ. અમેરિકાના ટેક્સાસમાં 23 વર્ષની યુવતીની તેના બોયફ્રેન્ડના ઘરે આગચંપી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. એવો પણ આરોપ છે કે યુવતીએ ઘરને આગ લગાડતા પહેલા લૂંટ ચલાવી હતી. સ્થાનિક પોલીસે આ સમગ્ર ઘટનાને સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેને વાંચીને બધા દંગ રહી ગયા છે.

બેક્સર કાઉન્ટી પોલીસના જણાવ્યા અનુસાર, 23 વર્ષની સેનાઈદા મેરી સોટોએ તેના બોયફ્રેન્ડને ફોન કર્યો હતો. પરંતુ જ્યારે તેણે ફોન પર બીજી મહિલાનો અવાજ સાંભળ્યો ત્યારે તેને ખબર પડી કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે દગો કરી રહ્યો છે. સેનાઈદાએ નક્કી કર્યું કે તે તેના બોયફ્રેન્ડને પાઠ ભણાવવાની જ રહેશે. ત્યાર બાદ સંપૂર્ણ પ્લાનિંગ હેઠળ, તેણે આ આગચંપીને અંજામ આપ્યો. પોલીસના જણાવ્યા અનુસાર ફાયર વિભાગને સવારે 2.45 વાગ્યે શેફર્ડ રોડ પરથી ઘરમાં આગ લાગવાનો કોલ આવ્યો હતો. જે બાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.

આગ લગાવી કર્યો વીડિયો કોલ

સેનાઈદા એટલી ગુસ્સે થઈ ગઈ હતી કે તેણે તેના બોયફ્રેન્ડને તેના ઘરને આગના હવાલે કરી તેને બતાવવા માટે વીડિયો કૉલ પણ કર્યો હતો. આ પછી તેને કહ્યું કે જોઈ લીધુ બેવફાઈનું પરિણામ. આશા છે કે તમારો બધો સામાન ઠીક હશે. આપને જણાવી દઈએ કે જે મહિલાનો અવાજ સેનાઈદાએ તેના બોયફ્રેન્ડના ફોન પર સાંભળ્યો હતો તે યુવકની સંબંધી હતી. પરંતુ ઈર્ષ્યા અને અસુરક્ષાને કારણે સેનાઈદા આજે જેલના સળિયા પાછળ છે.

પોલીસે આ કેસ ફેસબુક પર શેર કર્યો છે

આગચંપીમાં 40 લાખનું નુકસાન

પોલીસના જણાવ્યા અનુસાર આગની ઘટનાને કારણે ઘરની અંદર 50 હજાર ડોલર (ભારતીય ચલણમાં 40 લાખ રૂપિયાથી વધુ)નું નુકસાન થયું છે. સેનાઈદાએ લિવિંગ રૂમમાં રાખેલા સોફા પર પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી, પરંતુ થોડી જ વારમાં આખું ઘર આગની લપેટમાં આવી ગયું. પોલીસે બીજા જ દિવસે સેનાઈદાની ધરપકડ કરી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati