Viral Video : SUV કાર જોતા જ ગજરાજનો ગુસ્સો સાત આસમાને, એક ઝટકામાં હાથીએ પલટી નાખી કાર !

આ દિવસોમાં એક હાથીનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં ગુસ્સામાં હાથી જે રીતે કાર પલટી નાખે છે તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Viral Video : SUV કાર જોતા જ ગજરાજનો ગુસ્સો સાત આસમાને, એક ઝટકામાં હાથીએ પલટી નાખી કાર !
Elephant video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 1:31 PM

Viral Video : હાથીઓની ગણતરી દુનિયાના સૌથી બુદ્ધિશાળી પ્રાણીઓમાં (Animals) થાય છે.સામાન્ય રીતે આ પ્રાણીઓ ખૂબ જ શાંત અને શરમાળ સ્વભાવના હોય છે, પરંતુ જો તેઓ ગુસ્સે થઈ જાય તો તે કોઈને પણ પાછળ છોડતા નથી. સોશિયલ મીડિયા પર તમે અવારનવાર હાથી સંબધિત વીડિયો જોયા હશે, જેમાં ઘણીવખત હાથીની હરકત જોઈને યુઝર્સ પણ ચોંકી જાય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ ચર્ચામાં આવ્યો છે.જેમાં હાથી (Elephant)  જે રીતે એક ઝટકે કારને પલટાવી દે છે, તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

માણસોથી ભરેલી એક SUV કારને હાથીએ પલટી

મળતી માહિતી મુજબ, આ ઘટના દક્ષિણ આફ્રિકાની છે. અહીંના ઇસિમંગાલિસો વેટલેન્ડ પાર્કમાં ગુસ્સામાં એક હાથીએ માણસોથી ભરેલી એક SUV કારને પલટી નાખી હતી. આ હાથીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

હાથીએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

માત્ર 16 સેકન્ડની આ ક્લિપમાં તમે જોઈ શકો છો કે ગુસ્સે થયેલો એક હાથી એક વેરાન જંગલના રસ્તા પર રસ્તાની વચ્ચે એક SUV કારને ધક્કો મારતો જોવા મળે છે. જ્યાં સુધી તેણે કારને પલટી ન નાખી ત્યાં સુધી તે કારને ધક્કો મારતો જોવા મળે છે. આ દરમિયાન લોકો સતત હોર્ન વગાડી રહ્યા છે જેથી કરીને તેઓ હાથીનું ધ્યાન ભટકાવી શકે, પરંતુ હાથીનો ગુસ્સો જોઈને લાગતું નથી કે તે કારનો પીછો છોડવા તૈયાર છે.

આ મજેદાર વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, પ્રાણીને ક્યારેય ઉશ્કેરવા નહી, નહીંતર પરિણામ ઘાતક હોઈ શકે છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘મને ખાતરી છે કે કારે હાથીને વારંવાર હોર્ન વગાડીને ગુસ્સો કર્યો હશે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ (Users)પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : રહેણાંક વિસ્તારમાં ચિત્તો આવી જતા કૂતરાનુ મગજ ફર્યુ, એવો પાઠ ભણાવ્યો કે ચિત્તો ઉભી પૂંછડીએ ભાગ્યો !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">