Eid Mubarak 2021: અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અનિલ કપૂર સહિત ઘણા સેલેબ્સે આ ખાસ સંદેશ સાથે આપી ઈદની શુભેચ્છા

Eid Mubarak 2021 રોગચાળાના પડકારો વચ્ચે તહેવારની ઉજવણી એ મોટી જવાબદારીનું કામ છે, કારણ કે જાહેર કાર્યક્રમોથી કોરોના વાયરસને વિકસિત થવાની તક મળી શકે છે.

  • Publish Date - 7:05 pm, Fri, 14 May 21 Edited By: Utpal Patel
Eid Mubarak 2021: અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, અનિલ કપૂર સહિત ઘણા સેલેબ્સે આ ખાસ સંદેશ સાથે આપી ઈદની શુભેચ્છા
Eid Mubarak 2021

કોરોના વાયરસ રોગચાળા વચ્ચે દેશમાં ઈદનો તહેવાર આવ્યો છે. રોગચાળાના પડકારો વચ્ચે તહેવારની ઉજવણી એ મોટી જવાબદારીનું કામ છે, કારણ કે જાહેર કાર્યક્રમોથી કોરોના વાયરસને વિકસિત થવાની તક મળી શકે છે. આવી સ્થિતિમાં બોલીવુડની હસ્તીઓએ તેમના ચાહકો અને ફોલોઅર્સને ઈદની શુભેચ્છા આપી, પણ આની સાથે ત્યોહારને સાવધાની ઉજવણીનો સંદેશ પણ આપ્યો.

અમિતાભ બચ્ચને ટ્વિટર પર તેમના ચાહકોને ઈદ માટે અભિનંદન આપ્યા હતા. અક્ષય કુમારે ટ્વીટ કર્યું- બધાને ઈદ મુબારક. ઈશ્વર દરેકને સારુ સ્વાસ્થ્ય અને શાંતિ આપે અને આખા વિશ્વની સમસ્યાઓ ઓછી થાય. સુરક્ષિત રહો. અભિષેક બચ્ચને ઈદ મુબારક લખવાની સાથે સ્ટે હોમ સ્ટે સેફ અને માસ્ક ઓન હેટટેગ્સ લખ્યા હતા.

તે જ સમયે, અનિલ કપૂરે લખ્યું – તેમના માટે જે દુઆ કરી રહ્યા છે અને જે હવે દુઆ નથી કરી શકતા. તેમના માટે, જેમણે આ મુશ્કેલ સમયમાં દુઆની વધુ જરૂરત છે. તેમના માટે જેમના માટે દુઆ કરવા વાળુ કોઈ બચ્યું નથી. આ ઇદ, અમે કરીએ છીએ. તમારા બધા માટે. આર. માધવને લખ્યું- તમને બધાને અને તમારા પરિવારના દરેકને ઈદ મુબારક. તે જ સમયે, દિયા મિર્ઝાએ લખ્યું – ચાંદ મુબારક.

સુષ્મિતા સેને ઈદના અભિનંદન આપતાં લખ્યું હતું – ઈદ મુબારક. રોજા દરમિયાન તમારી પ્રાર્થનામાં અમને યાદ કરવા બદલ ખૂબ આભાર અને જકાત દ્વારા આ મુશ્કેલ સમયમાં માનવતાની મદદ કરવા બદલ આભાર. ખુદા કરે કે આ પાક દિવસ આપણને વધુ સારા દિવસોમાં લઈ જાય અને સારા સ્વાસ્થ્ય અને શાંતિથી ભરી દે.

 

 

 

 

 

 

https://twitter.com/deespeak/status/1392851824495849473

 

સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાને ઇન્સ્ટાગ્રામ પર ઈદનો સંદેશ આપતી વખતે લખ્યું – ઈદ મુબારક … તે બધા માટે જેઓ આજે ઉજવણી કરી રહ્યા છે અને આવતી કાલે કરશે. આ સાથે સબાએ સ્ટે હોમ, સ્ટેફ સેફ, સ્ટે બ્લેસ્ડ જેવા હેશટેગ્સ પણ લખ્યા હતા.

 

 

 

View this post on Instagram

 

A post shared by Saba (@sabapataudi)

હૃતિક રોશનની એક્સ વાઇફ સુઝાન ખાને ઈદના અભિનંદન આપતી વખતે લખ્યું – ખુદા કરે, ચાંદનો સીધો પ્રકાશ તમારા પર પડે અને તમારું સારું સ્વરૂપ સામે આવે, જેમાં શક્તિ અને દયા સમાન રુપમાં હોય. આજે અને હંમેશાં. અલ્લાહ તમને દયા, ધૈર્ય અને પ્રેમ આપે. ઈદ મુબારક. સુઝાનની આ પોસ્ટ પર અરસલાન ગોનીએ પણ ઈદ મુબારક લખીને જવાબ આપ્યો હતો.

 

 

 

View this post on Instagram

 

A post shared by Sussanne Khan (@suzkr)

સાઉથના અભિનેતા દુલકર સલમાને તેમના પરિવાર સાથે એક તસ્વીર પોસ્ટ કરી અને દરેકને ઈદની શુભેચ્છા પાઠવી અને લખ્યું: આપ સૌને ઈદ મુબારક. આ સાથે તેમણે સ્ટે સેફ, સ્ટે હોમ, ફેમિલી એન્ડ હેલ્થ ફર્સ્ટ જેવા હેશટેગ્સ પણ લખ્યા હતા.

 

 

 

View this post on Instagram

 

A post shared by Dulquer Salmaan (@dqsalmaan)