રિંગ સેરેમની દરમિયાન નખરા કરવા લાગી દુલ્હન, કહ્યુ – મને ઘૂંટણ પર બેસીને રિંગ પહેરાવો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આમ તો લગ્નમાં અનેક પ્રકારની વિધિઓ કરવામાં આવે છે. આ દરમિયાન છોકરા વાળા અને છોકરી વાળાઓ વચ્ચે હસી મજાક પણ ચાલતી રહે છે. પરંતુ કેટલીકવાર કેટલીક વિધિઓ દરમિયાન કોઇ એવી સુંદર ક્ષણ આવી જાય છે જે દરેકને વારંવાર જોવાની ગમશે.

રિંગ સેરેમની દરમિયાન નખરા કરવા લાગી દુલ્હન, કહ્યુ - મને ઘૂંટણ પર બેસીને રિંગ પહેરાવો, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
cute moment of bride goes viral on social media

લગ્નને લગતા રમુજી વીડિયો (Funny Video) અવાર નવાર ઇન્ટરનેટ પર વાયરલ (Viral Video) થતા રહે છે. ખાસ કરીને વર અને કન્યાને લગતું કન્ટેન્ટ લોકોને ખૂબ જ ગમે છે. કેટલીકવાર વર અને કન્યાનો ધમાકેદાર ડાન્સ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થાય છે તો ક્યારેક લગ્નની કોઇ એક સુંદર ક્ષણ વાયરલ થઈ જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લગ્ન પહેલાની વિધિ દરમિયાન કન્યાના નાટક જોવા લાયક છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આમ તો લગ્નમાં અનેક પ્રકારની વિધિઓ કરવામાં આવે છે. આ દરમિયાન છોકરા વાળા અને છોકરી વાળાઓ વચ્ચે હસી મજાક પણ ચાલતી રહે છે. પરંતુ કેટલીકવાર કેટલીક વિધિઓ દરમિયાન કોઇ એવી સુંદર ક્ષણ આવી જાય છે જે દરેકને વારંવાર જોવાની ગમશે. હાલમાં, પ્રી-વેડિંગ સેરેમનીનો એક વીડિયો વાયરલ થયો છે જે જોયા પછી તમારા ચહેરા પર ચોક્કસ સ્મિત આવી જશે.

 

View this post on Instagram

 

A post shared by Happyframes (@happyframes_)

વાયરલ વીડિયોમાં વરરાજા અને વરરાજાના પરિવારના સભ્યો એક સાથે ઉભા જોવા મળી રહ્યા છે. તે જ સમયે, વર અને કન્યા તેમના હાથમાં વીંટીઓ સાથે ઉભા છે. આ દરમિયાન, જ્યારે છોકરો કન્યાને વીંટી પહેરાવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે છોકરી એક ક્યૂટ રીતે ગુસ્સે થવાનું શરૂ કરે છે. તે ઈચ્છે છે કે તેનો ભાવિ સાથી તેના ઘૂંટણ પર બેસીને તેની વીંટી પહેરાવે.

વર તેની વાત માને છે અને ઘૂંટણ પર બેસીને કન્યાને વીંટી પહેરાવે છે. આ પછી જ્યારે છોકરીનો વારો આવે છે ત્યારે નજીકમાં ઉભેલા લોકો તેને કહે છે કે હવે તારો વારો છે. આ સુંદર ક્ષણ જોઈને તમારા ચહેરા પર ચોક્કસ સ્મિત આવી જશે.

વરરાજા અને કન્યા વચ્ચેની આ સુંદર ક્ષણને happyframes_ નામના એકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. યુઝરે કેપ્શનમાં લખ્યું, આ કેટલું અનોખું છે? કોવિડના સમયમાં, દંપતીએ લગ્નના દિવસે જ રિંગ એક્સચેન્જ સેરેમનીનું આયોજન કર્યું હતું.

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 03 ઓક્ટોબર: કેટલીક સમસ્યાઓને આત્મવિશ્વાસ સાથે ઉકેલી શકશો, દિવસ સારો રહે

આ પણ વાંચો –

Viral Video : ભારતીય વ્યક્તિએ Reginald Guillaume સાથે ગાયુ ‘દિલબર મેરે’, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

આ પણ વાંચો –

પગાર આવવાની ખુશી ! છોકરીએ ATM મશીન સામે કર્યો ડાન્સ અને પછી હાથ જોડીને નીકળી ગઇ, જુઓ Viral Video

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati