Funny Video : સામાન્ય રીતે બાળપણનુ બીજુ નામ આનંદ છે. આ તે સમય છે, જેને લોકો જીવનભર યાદ રાખે છે અને તે પળોને યાદ કરીને લોકો ખૂબ ખુશ થાય છે. નાનપણમાં બાળકો વરસાદના પાણીમાં મસ્તી કરવાની એક તક છોડતા નથી. પરંતુ શું તમે બતકોને આવી મસ્તી કરતા જોયા છે ? જી હા તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર સામે આવ્યો છે.જેમાં બતકો જે રીતે મસ્તીમાં સ્કેટિંગ (Ice Skating) કરી રહ્યા છે તે જોઈને તમને પણ હસવુ આવશે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે તળાવનું પાણી બરફમાં ફેરવાઈ ગયુ છે અને તેના પર ઘણા બધા બતક મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આમાંથી બે બતક એવા છે, જેને ખૂબ જ મજા આવે છે. તેઓ ઉડતા આવે છે અને બરફ પર સરકીને દૂર જાય છે. આ દૃશ્ય કંઈક અંશે આઈસ સ્કેટિંગ જેવું છે. જેમાં લોકો સ્કેટબોર્ડની મદદથી બરફ પર સરકવાના અદ્ભુત પરાક્રમ કરતા જોવા મળે છે. આ બતકોનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.
Duck curling.. 😅 pic.twitter.com/C3nCY4FZvW
— Buitengebieden (@buitengebieden_) February 2, 2022
આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામથી શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘ડક કર્લિંગ’. માત્ર 8 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4 લાખ 86 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 38 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.
યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે,બતકો પણ આઈસ સ્કેટિંગ શીખી ગયા. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, બતકોને ઓલમ્પિકમાં મોકલો. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Viral : ઈન્ટરનેટની દુનિયામાં આ પિતા-પુત્રીની જોડીએ મચાવી ધમાલ, ડાન્સ સ્ટેપ જોઈને યુઝર્સ દંગ રહી ગયા