ગજબ! નશામાં આ વ્યક્તિ તેને જ શોધી રહેલી પોલીસ ટીમ સાથે હતો, નશો ઉતર્યા બાદ જોવા જેવી થઈ

તુર્કીમાં એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં એક વ્યક્તિ નશામાં એવુ વર્તન કરે છે, જે જાણીને તમને પણ આશ્ચર્ય થશે.

ગજબ! નશામાં આ વ્યક્તિ તેને જ શોધી રહેલી પોલીસ ટીમ સાથે હતો, નશો ઉતર્યા બાદ જોવા જેવી થઈ
File Photo

Viral Photo: સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈ તસવીર કે વીડિયો વાયરલ થતા રહે છે. જેમાં કેટલીક તસવીરો એવી હોય છે. જે પોસ્ટ થતાની સાથે જ લોકોમાં ચર્ચાનો વિષય બને છે. ત્યારે તાજેતરમાં આવી જ એક પોસ્ટ (Post) ખુબ વાયરલ થઈ રહી છે. જેમાં એક વ્યક્તિ નશામાં એવી હરકત કરે છે. જે જાણીને તમે પણ વિચારતા થઈ જશો.

 

નશામાં આ વ્યક્તિ ભુલ્યો ભાન

50 વર્ષીય બેહાન મુટલ નામની વ્યક્તિ તેના મિત્રો સાથે જંગલમાં (Forest) પાર્ટી કરી. પરંતુ નશામાં તે જંગલમાં ભટકી ગયો અને થોડા સમય બાદ પાછો ન ફરતા તેના મિત્રોએ આ અંગે પોલીસમાં FIR નોંધાવી.

 

પોતાને જ શોધી રહ્યો હતો આ વ્યક્તિ

પોલીસે ગુમ થયેલા મુટલુને શોધવા માટે સર્ચ ઓપરેશન (Search operation) શરૂ કર્યું. પોલીસે એક ટીમ બનાવીને જંગલમાં તેને શોધવાનુ શરૂ કર્યુ. જંગલમાં પોલીસ સાથે આ વ્યક્તિ પણ સર્ચ ઓપરેશનમાં જોડાયો. જ્યારે આ ટીમે વ્યક્તિને નામ પુછ્યુ ત્યારે ખબર પડી કે જેને તે શોધી રહ્યા છે, તે આ જ વ્યક્તિ છે.

 

 

તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

મુટલ નામના આ વ્યક્તિની કહાની સાંભળ્યા બાદ સૌ કોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Vaziyet નામના હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ તસવીર શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ પ્રતિક્રિયા આપતા લખ્યુ કે ક્યારેક પોતાની જાતને પણ શોધવી જરૂરી છે. જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

જુઓ યુઝર્સની પ્રતિક્રિયા

 

 

આ પણ વાંચો : NCB રેડ બાદ આર્યન ખાનની આ તસવીર વાયરલ, આર્યનને ઉદાસ જોઈને યુઝર્સે આપી કંઈક આવી પ્રતિક્રિયા

 

આ પણ વાંચો : આર્યન ખાન ડ્રગ્સ કેસમાં જયા બચ્ચન થઈ રહ્યા છે ટ્રોલ ! જાણો શું છે સમગ્ર મામલો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati