પ્રાણીઓ (Animal Videos) સુંદર હોય છે. જો તમે ખરાબ મૂડમાં છો, તો પછી આ સુંદર પ્રાણીઓની ક્રિયાઓ તમારા મનને ખુશ કરે છે. જાનવરોના ઘણા ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થાય છે. તેમને જોઈને તમારો ખરાબ મૂડ ઠીક થઈ જાય છે અને તમારા હોઠ પર સ્મિત પણ આવી જાય છે. તાજેતરના સમયમાં પણ આવા જ એક ડોગીનો વીડિયો જોવા મળ્યો છે. જ્યાં તે એક પાણીના ગ્લાસને બેલેન્સ કરતો જોવા મળે છે.
આ વાયરલ વીડિયોમાં એક ડોગી ચાલી રહ્યો છે. તેના માથા પર ગ્લાસ જોવા મળી રહ્યો છે અને તે ગ્લાસમાં પાણી ભરેલું છે. ડોગીએ ગ્લાસને ખૂબ સરસ રીતે બેલેન્સ કરતો જોવા મળી રહ્યો છે. તે ગ્લાસમાંથી એક ટીપું પાણી પણ નીચે પડવા દેતો નથી. @JaikyYadav16 અકાઉન્ટ પર, “અબ એક સરકારી નોકરી કે લેને કે લીયે ઈતને ફોકસ ઔર બેલેન્સ કી જરૂરત હૈ.” કેપ્શન સાથે શેર કર્યો છે.
अब एक सरकारी नौकरी लेने के लिए इतने फोकस और बैलेंस की ज़रूरत है। pic.twitter.com/ncmO9yj428
— Jaiky Yadav (@JaikyYadav16) October 8, 2022
આ વીડિયો ટ્વિટર પર @JaikyYadav16 નામના અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 7800થી વધુ લાઈક અને 175.7K જેટલા વ્યુઝ મળી ચુક્યા છે. લોકો આ વીડિયોને માત્ર જોઈ જ નથી રહ્યાં પરંતુ એકબીજા સાથે શેર પણ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
એક યુઝર્સ લખે છે કે, આ સરકારી નોકરી માટે નથી, પરંતુ લગ્ન માટેની ક્વોલિફાઈંગ ટેસ્ટ છે. જ્યારે એક યુઝર્સ કહે છે કે, જખ્મી કો ઔર જખ્મ મત દો ભાઈ. અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, મારાથી આ થશે નહીં ભાઈ. ઘણાં લોકો આ વીડિયોને સારો ગણાવી રહ્યા છે.