ગજબ…બાળકના પેટમાં થઈ રહ્યો હતો ભયંકર દુ:ખાવો, એક્સ-રે કર્યા પછી ડોક્ટરો ચોંકી ગયા

તુર્કીમાં ડોક્ટરોએ 15 વર્ષના છોકરાના પેટમાંથી 3 ફૂટ લાંબી ચાર્જિંગ કેબલ અને હેરપીન કાઢી છે. ટર્કિશ પોસ્ટ્સના અહેવાલ મુજબ બાળકને ઉલ્ટી અને પેટમાં તીવ્ર દુખાવા પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને પછી ચોંકાવનારો મામલો સામે આવ્યો હતો.

ગજબ...બાળકના પેટમાં થઈ રહ્યો હતો ભયંકર દુ:ખાવો, એક્સ-રે કર્યા પછી ડોક્ટરો ચોંકી ગયા
Weird News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2022 | 7:12 AM

ઘણી વખત એવું બને છે કે બાળકો રમતી વખતે ભૂલથી તેમના મોંમાં કોઈ અનિચ્છનીય વસ્તુ નાખી દે છે, જે સીધી તેમના પેટ સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં પેટમાં દુખાવો થવો થાય છે. પછી ડૉક્ટર પાસે જાઈ છે અને ઑપરેશન કરાવે છે. આ બધી પરેશાનીઓ ઊભી થાય છે અને ક્યારેક જીવ પણ જોખમમાં મુકાય છે. એટલા માટે કહેવાય છે કે આવી બધી વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખવી જોઈએ, જેને તેઓ મોંમાં મૂકી દે છે. તમે બાળકોને મોઢામાં સિક્કા વગેરે નાખતા જોયા જ હશે, પરંતુ ઘણી વખત આ સાથે જોડાયેલા અજીબોગરીબ કિસ્સાઓ પણ જોવા અને સાંભળવા મળે છે. આજકાલ એક એવો જ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે, જેના વિશે જાણીને તમે દંગ રહી જશો.

હકીકતમાં તુર્કીમાં ડૉક્ટરોએ 15 વર્ષના છોકરાના પેટમાંથી 3 ફૂટ લાંબી ચાર્જિંગ કેબલ કાઢી નાખી છે. ટર્કિશ પોસ્ટ્સના અહેવાલ મુજબ, બાળકને ઉલ્ટી અને પેટમાં તીવ્ર દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકના પરિવારજનો સમજી શક્યા ન હતા કે મામલો શું છે, તેથી ડૉક્ટરોએ એક્સ-રે કરાવવાનું સૂચન કર્યું. એક્સ-રે કરાવતાં સમગ્ર મામલો સ્પષ્ટ થયો હતો. રિપોર્ટમાં ડૉક્ટરોને બાળકના પેટમાં ચાર્જિંગ કેબલ જોવા મળ્યો. પછી શું…ઉતાવળમાં તેના પેટની સર્જરી કરવામાં આવી અને ડોક્ટરોએ સફળતાપૂર્વક બાળકના પેટમાંથી કેબલ કાઢી નાખ્યો.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

જુઓ, પોસ્ટ

પેટમાંથી હેરપીન પણ નીકળી

અહેવાલો અનુસાર, ચાર્જિંગ કેબલ સિવાય, ડૉક્ટરોએ સર્જરી દ્વારા બાળકના પેટમાંથી હેરપીન પણ કાઢી નાખી છે. જો કે, હજુ સુધી ખબર નથી પડી કે ચાર્જિંગ કેબલ જેવી મોટી વસ્તુ બાળકના પેટમાં કેવી રીતે ગઈ?

આવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે

જો કે આ એકમાત્ર કિસ્સો નથી કે કોઈના પેટમાંથી આવી વિચિત્ર વસ્તુ નીકળી હોય. થોડા વર્ષો પહેલા આસામમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો કે એક 30 વર્ષીય યુવકને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક્સ-રેમાં જાણવા મળ્યું હતું કે યુવકના પેટમાં હેડફોનનો તાર છે. આવી સ્થિતિમાં, ડૉક્ટરોએ સર્જરી કરીને તેના પેટમાંથી તે વાયર સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો.

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">