શું તમારી પાસે Wi-Fi વાળું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ છે ? જેમાં pin નાખ્યા વગર થઇ જાય છે પેમેન્ટ

Contactless Debit-Credit Cardમાં POS મશીનથી કાર્ડને ટચ કરીને જ પેમેન્ટ કરી શકાય છે. કોઈ PIN અથવા OTP જરૂરી નથી. આવી સ્થિતિમાં, કોઈપણ તમારા કાર્ડથી સરળતાથી ચૂકવણી કરી શકે છે.

શું તમારી પાસે Wi-Fi વાળું ક્રેડિટ કે ડેબિટ કાર્ડ છે ? જેમાં pin નાખ્યા વગર થઇ જાય છે પેમેન્ટ
Contactless Debit-Credit Card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 11:33 PM

તમે કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ અથવા કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડ(Contactless Debit-Credit Card) વિશે સાંભળ્યું જ હશે, જે કોન્ટેક્ટલેસ પેમેન્ટ કરે છે. એટલે કે, મશીનમાં સ્વેપ કર્યા વિના અને PIN નાખ્યા વગર જ પેમેન્ટ થઈ જાય છે. તમારી પાસે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પણ હોઈ શકે છે જેને વાઇ-ફાઇ ઇનેબલ્ડકાર્ડ કહેવાય છે.

આપણે જોયું હશે કે તમારા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ્સમાં સિમ્બોલ હશે જે વાઇ-ફાઇના સિમ્બોલ જેવું લાગે છે, તો સમજી લો કે તમારી પાસે કોન્ટેકલ્સ કાર્ડ છે. તેના ફાયદા પણ છે, પરંતુ જો તેનું ધ્યાન રાખવામાં ન આવે તો તેના કેટલાક ગેરફાયદા પણ હોઈ શકે છે. ફાયદા અને ગેરફાયદા જાણતા પહેલા, ચાલો જાણીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે.

Wi-Fi ઇનેબલ્ડ કાર્ડ કેવી રીતે કાર્ય કરે છે? વાઈ-ફાઈ ઇનેબલ્ડ ક્રેડિટ-ડેબિટ કાર્ડ, જેને કોન્ટેક્ટલેસ કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો ઉપયોગ PIN મશીન વગર POS મશીનથી 5,000 રૂપિયા સુધીના વ્યવહારો કરવા માટે થઈ શકે છે. આવા કાર્ડની રેન્જ 4 સેમી છે અને એક સમયે માત્ર એક જ ટ્રાન્ઝેક્શન કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

Wi-Fi ક્રેડિટ-ડેબિટ કાર્ડનો અર્થ એ નથી કે તે Wi-Fi દ્વારા કામ કરે છે. વાસ્તવમાં આવા કાર્ડ NFC એટલે કે નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન અને RFID એટલે કે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન ટેકનોલોજી પર કામ કરે છે.

ચિપ અને મેટલ એન્ટેનાનો કમાલ આ પ્રકારના કાર્ડ્સમાં એક ચિપ હોય છે જે ખૂબ જ પાતળા મેટલ એન્ટેના સાથે જોડાયેલી હોય છે. આ એન્ટેના દ્વારા પીઓએસ મશીનને (POS Machine) સિગ્નલ મળે છે અને આ એન્ટેનાને રેડિયો ફ્રીક્વન્સી ફિલ્ડ દ્વારા પીઓએસ મશીનથી ઈલેક્ટ્રીસીટી મળે છે. ટ્રાન્ઝેક્શન આ ટેકનિક દ્વારા જ થાય છે. વિકસિત દેશોમાં પેમેન્ટની આ ટેક્નોલોજી ઝડપથી વધી રહી છે. ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અને ફ્રાન્સમાં ચારમાંથી એક કાર્ડ કોન્ટેક્ટલેસ છે. હવે ભારતમાં જે નવા કાર્ડ આવી રહ્યા છે તે કોન્ટેક્ટલેસ કાર્ડ છે.

કોન્ટેક્ટલેસ કાર્ડના ફાયદા શું છે? પેમેન્ટમાં બિલકુલ સમય લાગતો નથી. કાર્ડ સ્વાઇપ કર્યા વગર પેમેન્ટ કરવામાં આવે છે. તમારું ડેબિટ કે ક્રેડિટ કાર્ડ કોઈને આપવાની જરૂર નથી. નાના વ્યવહારો માટે પાસવર્ડ પંચ-ઇન જરૂરી નથી. આ સાથે ખર્ચની ડિજિટલ યાદી તૈયાર થાય છે. આ સુવિધાનો ઉપયોગ માત્ર 20 હજારથી નીચેની ચુકવણીમાં થઈ શકે છે. 5000 રૂપિયા સુધીના વ્યવહારો માટે પિન દાખલ કરવો પણ જરૂરી નથી.

આ કાર્ડમાં ઘણા જોખમો પણ છે જો તમારા ખિસ્સામાં Wi-Fi ક્રેડિટ-ડેબિટ કાર્ડ છે, તો છેતરપિંડી કરનારા તમારા ખિસ્સામાં POS મશીનને સ્પર્શ કરીને પૈસા ઉપાડી શકે છે. રિપોર્ટ મુજબ વર્ષ 2016 માં એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક ચોર ટ્રેનમાં પીઓએસ મશીન સાથે ભીડ વચ્ચે ઉભો જોવા મળ્યો હતો.

હવે તે POS મશીનથી કાર્ડને ટચ કરીને જ ચૂકવણી કરી શકાય છે. કોઈ પિન જરૂરી નથી. આવી સ્થિતિમાં, કોઈપણ તમારા કાર્ડથી સરળતાથી ચૂકવણી કરી શકે છે. તેને OTP ની પણ જરૂર નથી. RBI એ આ કાર્ડ દ્વારા ચુકવણીની મર્યાદા 2,000 રૂપિયા નક્કી કરી હતી, જે વધારીને 5000 રૂપિયા કરવામાં આવી છે. આની ઉપરની ચુકવણી માટે પિન દાખલ કરવો જરૂરી છે.

આ સાવધાની છે જરૂરી અરજી કરતી વખતે કયું કાર્ડ લેવું તે જાણો. ખરીદી કરતી વખતે બિલ લેવાનું ભૂલશો નહીં. તપાસો કે કેશિયરે ચુકવણી માટે રકમ ભરી છે. જો તમારી પાસે વધુ કાર્ડ હોય તો કોની પાસેથી ચૂકવણી કરવી તે નક્કી કરો. હોટલ કે દુકાનમાં પેમેન્ટ કરતી વખતે દુકાનદારને કાર્ડ સોંપશો નહીં. તમારી સામે કાર્ડને સ્વેપ કરો અને તે જ સમયે ટ્રાન્ઝેક્શન પછી આવતા મેસેજને તપાસો.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">