મારા ગણપતિ બાપ્પાને ન લઈ જાઓ… એક રડતી બાળકીનો વીડિયો થયો વાયરલ

છોકરીનો આ ઈમોશનલ વીડિયો (Viral Video) ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. મહેશ શર્માના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેયર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, "છોકરીનો આ ઈમોશનલ વીડિયો... 'મારા ગણપતિ બાપ્પાને ન લઈ જાઓ'. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

મારા ગણપતિ બાપ્પાને ન લઈ જાઓ... એક રડતી બાળકીનો વીડિયો થયો વાયરલ
ganpati visarjan viral video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2022 | 8:03 PM

આજે અનંત ચતુર્દશી છે અને ગણપતિ બાપ્પાના વિદાયનો સમય પણ છે. અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસે લોકો પોતપોતાના ઘરોમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરે છે અને આગામી 10 દિવસ સુધી વિધિઓ સાથે તેમની પૂજા કરે છે અને પછી તેનું વિસર્જન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગણપતિ બાપ્પાની મૂર્તિના વિસર્જનને (Ganesh Visarjan) કરવાથી આખા વર્ષ દરમિયાન લોકોના ઘરોમાં કોઈ સંકટ આવતો નથી. પરંતુ ગણપતિ બાપ્પાના વિદાયનો સમયે લોકો દુ:ખી બની જાય છે. ઘણા લોકોની આંખોમાં આંસુ પણ આવી જાય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ભાવુક થઈ જશો.

આ વીડિયો એક નાની છોકરીનો છે જે ગણપતિ બાપ્પાને ન લઈ જવાની જિદ પર અડગ છે. તે બાપ્પાને છોડવા પણ માંગતી નથી. તેણે બાપ્પાને પકડી રાખ્યા છે. આ દરમિયાન બાળકીની માતા તેને ગણપતિ બાપ્પાને જવા દેવાનું કહે છે, પરંતુ તે તેને છોડવાનું નામ નથી લઈ રહી અને રડી રહી છે. બાળકીની માતા તેને બળજબરીથી નીચે ઉતારવાની કોશિશ કરે છે, પરંતુ બાળક વારંવાર તેની માતાનો હાથ છોડી દે છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

તે ખૂબ જ ઈમોશનલ પળ છે. છોકરીને ગણપતિ બાપ્પા સાથે ખૂબ લગાવ થઈ ગયો છે, તેથી જ તે બાપ્પાને તેની પાસેથી જવા દેતી નથી. પરંતુ પાછળથી છોકરીને તેની માતા તેની પાસે ખેંચે છે અને પછી ગણપતિ બાપ્પાનું વિદાય થાય છે. જતા જતા નાની બાળકી ગણપતિ બાપ્પા બોલે છે.

જુઓ કેવી રીતે છોકરી રડી રહી છે

છોકરીનો આ ઈમોશનલ વીડિયો ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. મહેશ શર્માના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘છોકરીનો આ ઈમોશનલ વીડિયો…’મારા ગણપતિ બાપ્પાને ન લઈ જાઓ’. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. તમે સોશિયલ મીડિયા પર ગણપતિ વિસર્જન સાથે જોડાયેલા અનેક પ્રકારના વીડિયો જોયા હશે, પરંતુ આવો ઈમોશનલ વીડિયો ભાગ્યે જ જોયો હશે, જેને જોઈને આંખોમાં આંસુ આવી જાય. ગણપતિ બાપ્પા પ્રત્યે આ છોકરીનો આ પ્રેમ અદ્ભુત અને અતૂટ છે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">