ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Video) જોઈ શકાય છે કે ઘણા લોકો કિર્તન કરી રહ્યા છે. સાથો સાથ તે વીડિયોમાં વાંદરો પણ દેખાય છે. આ વાંદરો ભક્તિમાં લીન થયેલો જોવા મળે છે. નવાઈની વાત તો એ છે કે, તે બંને હાથથી કરતાલ પણ વગાડી રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સને આ વાંદરાને જોઈને ખૂબ જ આશ્ચર્ય થઈ રહ્યુ છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
જુઓ વીડિયો
તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર Pankaj Parasar નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે આ વાંદરાની (Monkey) ભક્તિ જોઈને હેરાન છુ. જ્યારે અન્ય યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે. આ વાંદરાની ભક્તિ લોકોને ખુબ પસંદ આવી રહી છે.
આ પણ વાંચો : Video : આર્ટિસ્ટે શાકભાજીમાંથી બનાવી માં દુર્ગાની અનોખી મૂર્તિ, આ અલૌલિક મૂર્તિ જોઇને ભક્તો થયા મંત્ર મુગ્ધ
આ પણ વાંચો : ખાખીની દરિયાદિલી : કેબલમાં ફસાયેલા પક્ષીનું ડ્રોનની મદદથી કરવામાં આવ્યું રેસક્યું, Video સોશિયલ મીડિયા પર વાયરલ