ડિઝાઈનરે કરી કમાલ નકામા માસ્કથી બનાવ્યો દુલ્હનનો ડ્રેસ, ફોટો જોઈ સૌ કોઈએ કર્યાં વખાણ

ઈંગ્લેન્ડમાં કોરોના મહામારીને કારણે લાદવામાં આવેલા તમામ નિયંત્રણો હવે  લગભગ સમાપ્ત થઈ રહ્યા છે અને લોકોને છુટ-છાટ મળી રહી છે અને  ટુંક સમયમાં લગ્નો(Marriage) પર લાગેલા નિયંત્રણો હળવા કરવામાં આવશે.

  • Publish Date - 6:22 pm, Wed, 21 July 21 Edited By: Nidhi Bhatt
ડિઝાઈનરે કરી કમાલ નકામા માસ્કથી બનાવ્યો દુલ્હનનો ડ્રેસ, ફોટો જોઈ સૌ કોઈએ કર્યાં વખાણ
આ ડ્રેસને તૈયાર કરવામાં બેકાર થઈ ગયેલા સફેદ ફેસ માસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

કોરોના (Corona) મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં માસ્ક (mask)નું મહત્વ વધ્યું છે. માસ્ક કોરોનાથી બચવાનું એક મહત્વનું હથિયાર છે એ દરેક વ્યક્તિને સમજાયું છે. તે જ રીતે માસ્કનો વધતો કચરો પણ વિશ્વ માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે તેમજ નકામા માસ્ક પર્યાવરણ (Environment) માટે પણ ચિંતાનો વિષય બન્યું છે. આવી પરીસ્થિતિમાં કેટલાક લોકો આવા નકામા માસ્ક સાથે નવા પ્રયોગો પણ કરી રહ્યા છે. બ્રિટનમાં  એક ફેશન ડિઝાઈનરે (Designer Tom Silverwood) જે રીતે માસ્કનો ઉપયોગ કર્યો છે, જેને જોઈને દરેક વ્યક્તિ નવાઈ પામશે.

 

ઈંગ્લેન્ડમાં કોરોના મહામારીને કારણે લાદવામાં આવેલા તમામ નિયંત્રણો હવે  લગભગ સમાપ્ત થઈ રહ્યા છે અને લોકોને છુટ-છાટ મળી રહી છે અને  ટુંક સમયમાં લગ્નો(Marriage) પર લાગેલા નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ પ્રસંગે એક ડિઝાઈનરે દુલ્હન માટે ખૂબ જ સુંદર ડ્રેસ લોંચ કર્યો છે, જે ફેંકી દેવાયેલા નકામા 1,500 માસ્કથી તૈયાર કરવામાં આવ્યું છે. ટોમ સિલ્વરવૂડના આ ડ્રેસને વેડીંગ પ્લાનર વેબસાઈટ Hitched દ્વારા ફંડ આપવામાં આવ્યું છે.

 

Hitched વેબસાઈટની એડીટર(Editor) સારાહ અલાર્ડે કહ્યું કે લગ્નની સિઝન(Season) હવે પાછી ફરી રહી છે. આ વાતને લઈને તે ખૂબ ખુશ છે. મોડેલ જેમિમા હેમ્બ્રોએ આ ડ્રેસ પહેરીને લંડનના સેન્ટ પોલ કેથેડ્રલ નજીક ફોટોશૂટ પણ કરાવ્યું.

 

આ આખા ડ્રેસની વિશેષતા એ છે કે ડ્રેસને તૈયાર કરવામાં બેકાર થઈ ગયેલા સફેદ ફેસ માસ્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખૂબ જ સુંદર દેખાતો આ વેડિંગ ડ્રેસ (Wedding dress) ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પસંદ પણ આવી રહ્યો છે.

 

આ ડ્રેસમાં કમરની નજીક હાઈલાઈટ આપવા માટે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક પીપીઈનો પણ સુંદર રીતે  ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડ્રેસ એટલો આકર્ષક દેખાઈ રહ્યો છે કે ડ્રેસને જોઈને એ માનવુંં અશક્ય છે કે તે બેકાર માસ્કમાંથી બનાવવામાં આવ્યું છે. આ જ કારણ છે કે 1500 અપસાઈકિલ્સ ફેસ માસ્કનો (upcycled face masks) આ ડ્રેસ વિશ્વભરના લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.

 

આ પણ વાંચો :  Maharashtra: BMCએ બકરીઈદ માટે કુરબાનીની નક્કી કરી મર્યાદા, આ મુદ્દે હસ્તક્ષેપનો ઈનકાર કરતા મુંબઈ હાઈકોર્ટે કહ્યું, તહેવારો કરતાં જીવન મહત્ત્વનું