Delhi Earthquake: ભૂકંપથી ધ્રુજ્યુ દિલ્હી, લોકોને ચડી મસ્તી, મીમ્સ શેયર કરી લીધી મજા, જુઓ Video

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Tanvi Soni

Updated on: Jan 24, 2023 | 6:00 PM

Earthquake in Delhi NCR: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આ ઝટકા એટલા જોરદાર હતા કે લોકો ડરના માર્યા પોતપોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા.

Delhi Earthquake: ભૂકંપથી ધ્રુજ્યુ દિલ્હી, લોકોને ચડી મસ્તી, મીમ્સ શેયર કરી લીધી મજા, જુઓ Video

Earthquake News: દિલ્હીમાં મંગળવારે બપોરે અઢી વાગ્યા આસપાસ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ઝટકા એટલા જોરદાર હતા કે લોકો ડરના કારણે પોતપોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. દિલ્હી ઉપરાંત NCRમાં પણ અનેક વિસ્તારમાં કંપન અનુભવાઈ હતી.

ભૂકંપ આવ્યા બાદ લોકોમાં ભયનો માહોલ છે. ટ્વીટર પર હેશટેગ #earthquake ટોપ ટ્રેન્ડ કરી રહ્યુ છે. લોકો સવાલ કરી રહ્યા છે કે આખરે દિલ્હીને થયુ છે શું કે અહીંની ધરતી વારંવાર ડોલી રહી છે. રિક્ટર સ્કેલ મુજબ ભૂકંપની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. તેનું કેન્દ્ર નેપાલનું કલિકા જણાવવામાં આવ્યુ છે. જો જમીનની સપાટીથી 10 કિલોમીટર અંદર હતુ.

ટ્વીટર પર મીમબાઝો પણ એક્ટિવ થઈ ગયા છે અને સતત ફની મીમ્સ શેર કરી મજા લઈ રહ્યા છે આવો નજર કરીએ આ મીમ્સ પર

ભૂકંપ પર વાયરલ થયા ફની મીમ્સ:

આ પણ વાંચો: દેશની રાજધાની દિલ્હીમાં ભૂકંપના ઝટકા, પાકિસ્તાનમાં પણ જોવા મળી અસર

આપને જણાવી દઈએ કે ભૂકંપના ઝટકા લગભગ 30 સેકન્ડ સુધી નેપાળ સહિત ભારતના અનેક શહેરોમાં અનુભવવામાં આવ્યા જો કે કોઈ પ્રકારના જાનમાલના નુકસાનની ખબર નથી. દિલ્હીમાં જોરદાર ભૂકંપ વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાક લોકોને મસ્તી સૂઝી રહી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati