કોન્સ્ટેબલે ચાલતી બાઈક પરથી ચેન સ્નેચરને દબોચ્યો, બહાદુરી જોઈ લોકોએ કહ્યું- અસલી હીરો

દરેક ચોરના નસીબ સારા નથી હોતા. ક્યારેક તેઓ પકડાઈ પણ જાય છે. આવા જ એક ચોરનો વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક પોલીસકર્મીએ પોતાનો જીવ જોખમમાં મુકીને ચોરને રંગે હાથે પકડી લીધો હતો.

કોન્સ્ટેબલે ચાલતી બાઈક પરથી ચેન સ્નેચરને દબોચ્યો, બહાદુરી જોઈ લોકોએ કહ્યું- અસલી હીરો
Delhi police viral video
Image Credit source: Twitter/@DelhiPolice
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Nov 25, 2022 | 8:02 PM

દુનિયામાં એવા અજબ-ગજબ ચોર છે, જેઓ ચોરી કરવા માટે અજીબોગરીબ રીત અપનાવે છે અને પકડાતા પણ નથી. તમે તેમના આતંકનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે તેઓ ધોળા દિવસે પણ લોકોની વસ્તુઓ પર હાથ સાફ કરે છે. પરંતુ દરેક ચોરના નસીબ સારા નથી હોતા. ક્યારેક તેઓ પકડાઈ પણ જાય છે. આવા જ એક ચોરનો વીડિયો આ દિવસોમાં વાયરલ થઈ રહ્યો છે. જ્યાં એક પોલીસકર્મીએ પોતાનો જીવ જોખમમાં મુકીને ચોરને રંગે હાથે પકડી લીધો હતો.

વાયરલ થઈ રહેલો વીડિયો દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલે જીવ પર ખેલીને એક ચોરને ચાલતી બાઈક પરથી પકડી લીધો હતો. પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવ્યું હતું કે કોઈ ચેઈન સ્નેચર મહિલાની ચેઈન સ્નેચ કરી ગયા છે. કોન્સ્ટેબલ સત્યેન્દ્રને આ વાતની જાણ થતાં જ તેણે ચોરને શોધવાનું શરૂ કર્યું.

આ દરમિયાન તેમની નજર મોઢા પર રૂમાલ બાંધીને જતા એક બાઈક સવાર સામેથી પસાર થયો, આ દરમિયાન તેણે મોઢું રુમાલથી ઢાંકેલું છે અને પોલીસને સામે જોઈને ડરી ગયો હતો. જેના કારણે કોન્સ્ટેબલ સત્યેન્દ્રની શંકા વધુ ઘેરી બની અને તરત જ તે બાઈક સવારને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આમ કરતી વખતે તેણે બેલેન્સ ગુમાવી દીધું અને બાઈક પડી ગયુ હતું, પરંતુ સત્યેન્દ્રએ હિંમત બતાવી બાઈક સવારને પકડી લીધો હતો.

19 સેકન્ડના આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સામેથી પસાર થઈ રહેલો ચેઈન સ્નેચર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો, આ દરમિયાન તેણે પોતાની જાતને છોડાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે કોન્સ્ટેબલની મજબૂત પકડમાંથી મુક્ત થઈ શક્યો નહોતો.

તમે ક્લિપમાં જોઈ શકો છો કે જો અહીં સહેજ પણ ભૂલ થાય તો પોલીસકર્મીને ઈજા થઈ શકે છે. દિલ્હી પોલીસે આ ઘટનાનો વીડિયો પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેયર કર્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો આ કોન્સ્ટેબલના જોરદાર વખાણ કરી રહ્યા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati