IND vs AUS Womens Final CWG 2022: દીપ્તિ શર્માએ એક હાથે ઝીલ્યો ચોંકાવનારો કેચ, ચાહકો પણ દંગ રહી ગયા, જુઓ VIDEO

મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 8 વિકેટે 161 રન જ બનાવી શકી હતી. બેથ મૂનીએ 41 બોલમાં સૌથી વધુ 61 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 19.3 ઓવરમાં 152 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે 43 બોલમાં 65 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

IND vs AUS Womens Final CWG 2022: દીપ્તિ શર્માએ એક હાથે ઝીલ્યો ચોંકાવનારો કેચ, ચાહકો પણ દંગ રહી ગયા, જુઓ VIDEO
Deepti Sharma (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2022 | 8:34 AM

કોમનવેલ્થ ગેમ્સ 2022 (Commonwealth Games 2022) માં ક્રિકેટ ઈવેન્ટની ફાઈનલમાં ભારતીય મહિલા ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચ રવિવારે (7 ઓગસ્ટ) એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે રમાઈ હતી. મેચ રોમાંચક રહી હતી. જેમાં ટીમ ઈન્ડિયા (Team India) ને 9 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

ફાઇનલમાં બેટ્સમેન અને બોલરો ઉપરાંત ફિલ્ડરોએ પણ પોતાની પૂરી તાકાત લગાવી દીધી હતી. મેચમાં દીપ્તિ શર્મા (Deepti Sharma) એ એક હાથે એવો ચોંકાવનારો કેચ લીધો હતો. જેને જોઈને ચાહકોની સાથે સાથી ક્રિકેટરો પણ દંગ રહી ગયા હતા. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. જેના પર લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

દીપ્તિએ એક હાથે આ રીતે કેચ પકડ્યો

તમને જણાવી દઇએ કે, આ ઘટના ઓસ્ટ્રેલિયા ની ઇનિંગ્સની 18મી ઓવરમાં બની હતી. સ્નેહ રાણા ની ઓવરના બીજા બોલ પર બેથ મૂનીએ ડીપ મિડ-ઓન તરફ એરિયલ શોટ રમ્યો. દીપ્તિ તેને પકડવા પાછળ દોડી. ત્યાર બાદ ડાઇવ મારતી વખતે એક હાથથી બોલ પકડ્યો. આ સમયે મૂની 61 રન બનાવીને રમી રહી હતી. ત્યારે ભારતીય ટીમ માટે આ વિકેટ ઘણી મહત્વની હતી.

હરમનપ્રીત કૌરની શાનદાર ઇનિંગ, તેમ છતાં ટીમ ઇન્ડિયા હારી

ટીમ ઈન્ડિયા (Team India) એ મેચ માં શાનદાર બોલિંગ કરી હતી. જેના કારણે ટોસ જીતી ને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમ 8 વિકેટે 161 રન બનાવી શકી હતી. ટીમ માટે બેથ મૂનીએ 41 બોલમાં સૌથી વધુ 61 રનની ઇનિંગ રમી હતી. જ્યારે રેણુકા સિંહ અને સ્નેહ રાણા એ ભારત માટે 2-2 મહત્વની વિકેટ લીધી હતી. રાધા યાદવ અને દીપ્તિ શર્મા (Deepti Sharma) ને પણ 1-1 સફળતા મળી હતી.

હરમનપ્રીત કૌરે કર્યા 43 બોલમાં 65 રન

161 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ (Team India)  19.3 ઓવરમાં 152 રન પર સમેટાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયા માટે સુકાની હરમનપ્રીત કૌરે (Harmanpreet Kaur) 43 બોલમાં 65 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ તે ટીમને જીત અપાવી શકી નહીં. જ્યારે જેમિમાહ રોડ્રિગ્ઝે 33 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનરે 3 અને મેગન સ્કૂટે 2 વિકેટ લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">