દીપ સિદ્ધુ 11 દિવસથી ફરાર, છતાં social mediaથી કરી રહ્યો છે વિડિયો પોસ્ટ, કોણ કરે છે એકાઉન્ટ હેન્ડલ?

પોલીસની પકડથી દૂર છે પણ દીપ સિદ્ધુ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. સિદ્ધુના સોશિયલ મીડિયા પર અત્યાર સુધી ૩ વિડીયો પોસ્ટ થઇ ચૂક્યા છે.

  • Updated On - 3:58 pm, Sat, 6 February 21 Edited By: Pinak Shukla
દીપ સિદ્ધુ 11 દિવસથી ફરાર, છતાં social mediaથી કરી રહ્યો છે વિડિયો પોસ્ટ, કોણ કરે છે એકાઉન્ટ હેન્ડલ?
દીપ સિદ્ધુ

પ્રજાસત્તાક દિવસે લાલ કિલ્લા પર હિંસા બાદ મુખ્ય આરોપી દીપ સિદ્ધુ ઘટનાના 11 દિવસ બાદ પણ ફરાર છે. દીપ પર દિલ્હી પોલીસે લુકઆઉટ નોટિસ દ્વારા ઈનામ જાહેર પણ છે. તેમ છતાં દીપ પકડમાં નથી આવી રહ્યો. સંસદથી માંડીને ખેડૂત આંદોલનના ધરણા સ્થળ પરથી દીપ સિદ્ધુની ધરપકડની માગ કરવામાં આવી રહી છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ
પોલીસની પકડથી દૂર છે પણ દીપ સિદ્ધુ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. સિદ્ધુના સોશિયલ મીડિયા પર અત્યાર સુધી ૩ વિડીયો પોસ્ટ થઇ ચૂક્યા છે. જેમાં તે પોતાને નિર્દોષ કહી રહ્યો હતો. સિદ્ધુ એ 2 અને 3 ફેબ્રુઆરીએ પણ બે વિડીયો જાહેર કર્યા હતા. આ વચ્ચે દિલ્હી પોલીસના સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દીપ સિદ્ધુ તેની મહિલા દોસ્તની મદદથી ફેસબુકમાં વિડીયો અપલોડ કરી રહ્યો છે.

કોણ ચલાવી રહ્યું છે દીપનું અકાઉન્ટ

ખાનગી ન્યૂઝને દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે દીપ સિદ્ધુનું ફેસબુક અકાઉન્ટ તેની એક મહિલા મિત્ર સંભાળી રહી છે. જે વિદેશમાં રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે દીપ વિડીયો રેકોર્ડ કરીને મહિલા મિત્રને મોકલે છે. અને તે દીપના અકાઉન્ટ પર અપલોડ કરે છે. એવું પણ કહેવામાં આવી રહ્યુ છે પોલીસથી બચવા માટે દીપએ આ કીમિયો વાપર્યો છે. અને આ રીતે તે પોલીસને ભટકાવી રહ્યો છે.

હરિયાણા-પંજાબ-બિહાર ક્યા હશે દીપ?
દિલ્હીથી ભાગ્યા બાદ દીપની લોકેશન હરિયાણા હોવાનું જાણવા મળ્યું હતું. આ બાદ તેની લોકેશન બદલાઈને પંજાબ થઇ ગઈ. પોલીસને જાણકારી મળી હતીકે તે બિહારમાં પણ હોઈ શકે છે, તેથી તેને પકડવા માટે ટીમ બિહાર મોકલવામાં આવી. બિહારમાં પણ દીપ મળ્યો નહીં. અત્યારે ક્રાઈમ બ્રાંચની કેટલીય ટીમો દીપને શોધી રહી છે. પોલીસનું કહેવું છે કે તે જલ્દી જ મળી જશે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati