ડોગને સાથે લઇને ફરતા લોકો તો જોયા હશે, હવે જુઓ ગાયને કારમાં લઇને ફરતી આ મહિલા !

નેલ્સને એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યુ કે પહેલા તો તેને લાગ્યુ કે આ નકલી ગાય હશે કારણ કે ગાયને કોણ કારમાં રાખે. પરંતુ પછી આ ગાયનું આખુ માથુ હલી ગયું.

ડોગને સાથે લઇને ફરતા લોકો તો જોયા હશે, હવે જુઓ ગાયને કારમાં લઇને ફરતી આ મહિલા !
Cow Spotted In Car Waiting in Line at a Wisconsin McDonald's Drive-Thru


તમારામાંથી ઘણા લોકોને ડોગી પાળવાનો શોખ હશે. જો તમારી પાસે ડોગ નથી તો પણ તમે લોકોને તેમના પાલતુ શ્વાનને લઇને ફરતા જોયા હશે. આવા લોકો જ્યાં પણ જાય છે પોતાના પાલતું શ્વાનને લઇને જાય છે. તમે ઘણી વાર રસ્તામાં એવી કાર જોઇ હશે જેમાં પાલતું ડોગીને બેસાડીને લઇ જવાતુ હશે. પરંતુ અમને ભરોસો છે કે તમે ક્યારેય કોઇ ગાયને કારમાં બેસેલી નહી જોઇ હોય. આજે અમે તમારા માટે એવો જ એક વીડિયો લઇને આવ્યા છીએ.

સોશિયલ મીડિયામાં રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થતો હોય છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરતા હોય છે. કેટલાક વીડિયો જોઇને લોકોનો દિવસ બની જાય તો પછી કેટલાક વીડિયો લોકોને ચોંકાવી દે. આજનો વીડિયો પણ તેવો જ છે.

આ વીડિયો અમેરીકાના વિસ્કૉન્સિનનો છે. અહીં જેસીકા નેલ્સન માર્શફિલ્ડ નામની મહિલા મેકડૉનલ્ડ્સના ડ્રાઈવ થ્રૂમાં પોતાના ઓર્ડરની રાહ જોઇ રહી હતી, તેવામાં તેમણે કઇંક અજીબ જોયુ. તેનાથી થોડી જ દૂર ઉભેલી એક કારની પાછલી સીટ પર તેણે એક ગાયને બેસેલી જોઇ. આ વિચિત્ર દ્રશ્ય જોતા જ તેણે પોતાના ફોનમાં કેમેરા ચાલુ કરીને તેને રેકોર્ડ કરી લીધુ.

તેણે આ વીડિયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ આ વીડિયો વાયરલ થઇ ગયો. આ વીડિયોને પહેલા ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ પછી તે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થઇ ગયો.

નેલ્સને એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યુ કે પહેલા તો તેને લાગ્યુ કે આ નકલી ગાય હશે કારણ કે ગાયને કોણ કારમાં રાખે. પરંતુ પછી આ ગાયનું આખુ માથુ હલી ગયુ. તેણે જણાવ્યું કે આ ગાયને જોઇને મારા હોંશ ઉડી ગયા એજ કારણ છે કે મે ઘટનાનો વીડિયો બનાવી લીધો.

 

આ પણ વાંચો –

અરે કમાલ કરતે હો ભાઇ ! ન્યૂઝીલેન્ડની વેબસાઇટ વેચી રહી છે ભારતીય ખાટલો, કિંમત રાખી છે આટલી

આ પણ વાંચો –

Success story : બેંકની નોકરી છોડીને યુવકે ડુક્કર પાલનનો વ્યવસાય પસંદ કર્યો, આ વ્યવસાયથી કરી રહ્યો છે લાખોની કમાણી !

આ પણ વાંચો –

Knowledge : આ ચાર સંકેતથી જાણી શકાય છે કે તમને કોઈ ખુબ યાદ કરી રહ્યુ છે ! જાણો આ ચાર સંકેત વિશે

Click on your DTH Provider to Add TV9 Gujarati