રસ્તા પર જોવા મળ્યો કપલનો બાઇક રોમાન્સ ! કબીર સિંહ બનવા જતા વીડિયો વાયરલ થઇ ગયો

આ પહેલા પણ ઘણી વખત બાઇક પર સ્ટંટ કરતા બાઈકર્સ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે, બાઇકમાં ફેરફાર કરવા અને તેના સાયલેન્સરનો અવાજ બદલવા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

રસ્તા પર જોવા મળ્યો કપલનો બાઇક રોમાન્સ ! કબીર સિંહ બનવા જતા વીડિયો વાયરલ થઇ ગયો
Couple's bike romance video on Bhopal's VIP road viral

પ્રેમમાં, ઘણી વખત લોકો એવા કામ કરી જાય છે, જેના માટે તેમને પાછળથી પરિણામ ભોગવવું પડે છે. કંઇક આવું જ ભોપાલના એક પ્રેમી યુગલ સાથે થઇ રહ્યું છે. વાસ્તવમાં, ભોપાલના વીઆઇપી રોડ (VIP Road) પર ચાલુ બાઇક પર છોકરો અને છોકરીનો રોમાન્સ સીન (Bike Romance) સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો (Viral Video) વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. 13-સેકન્ડના આ વીડિયોમાં, છોકરી ચાલુ બાઇકની ટાંકી પર બેસીને તેના પ્રેમીને ચોંટેલી જોવા મળે છે.

રસ્તા પરથી પસાર થઈ રહેલા એક કાર સવારે આ વીડિયો બનાવ્યો છે. જ્યારે છોકરાએ જોયું કે કાર સવાર તેનો વીડિયો બનાવી રહ્યો છે, તે યુવાન બાઇકની સ્પીડ વધારીને ત્યાંથી ચાલ્યો ગયો. આ વીડિયો સોમવારનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે વીડિયોના આધારે વીઆઇપી રોડ પર લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે, જેથી વાહન નંબરના આધારે યુવકની ઓળખ થઇ શકે.

એસપી નોર્થ વિજય ખત્રીએ આ બાબત અંગે જણાવ્યું હતું કે, એક છોકરો અને છોકરી ખતરનાક રીતે વાહન ચલાવતા હોવાનો એક કિસ્સો તેના ધ્યાનમાં આવ્યો છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેના આધારે યુવકની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એસપીએ કહ્યું કે જો કે આ મામલે અત્યાર સુધી કોઈએ પોલીસમાં ફરિયાદ કરી નથી, પરંતુ જે રીતે છોકરો બાઇક ચલાવી રહ્યો છે. તે તેના પોતાના માટે અને અન્ય લોકો માટે જોખમી છે. તેની સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ઘણી વખત બાઇક પર સ્ટંટ કરતા બાઈકર્સ પર કાર્યવાહી કરવામાં આવી છે. આ સાથે, બાઇકમાં ફેરફાર કરવા અને તેના સાયલેન્સરનો અવાજ બદલવા સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો –

Akshay Kumarના માતા Aruna Bhatiaનું નિધન, અભિનેતાએ જાતે સોશિયલ મીડિયા પર આપી જાણકારી

આ પણ વાંચો –

Gujarat : છેલ્લા 24 કલાકમાં 28 જિલ્લામાં વરસાદ નોંધાયો, સૌથી વધારે ડેડિયાપાડામાં પોણા નવ ઈંચ વરસાદ નોંધાયો

આ પણ વાંચો

Afghanistan Crises: અજિત ડોભાલને મળશે રશિયાના NSA નિકોલે પેત્રુશેવ, અફઘાનિસ્તાન મુદ્દે થશે ચર્ચા

Click on your DTH Provider to Add TV9 Gujarati