ખિસકોલીએ પરેશાન કરનાર બિલાડીને આ રીતે ભણાવ્યો પાઠ, Video જોઈને તમે પણ કહેશો ” યે તો ખેલાડી હૈ”

આજકાલ એક બિલાડી અને ખિસકોલીનો વીડિયો વાયરલ (Viral Video)થઈ રહ્યો છે. જેમાં બિલાડી વારંવાર ખિસકોલીને પરેશાન કરતી જોવા મળે છે. બાદમાં ખિસકોલીએ તેને પાઠ ભણાવવા માટે જે કર્યું તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

ખિસકોલીએ પરેશાન કરનાર બિલાડીને આ રીતે ભણાવ્યો પાઠ, Video જોઈને તમે પણ કહેશો  યે તો ખેલાડી હૈ
cat and squirrel moment goes viral on social media

Viral Video : ઇન્ટરનેટ પ્રાણીઓ સંબંધિત તસવીર અને વિડીયોથી (Video) ભરેલું છે. સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પ્રાણીઓના વીડિયો સૌથી વધુ જોવામાં આવે છે અને ખૂબ પસંદ કરવામાં આવે છે. કેટલાક વીડિયોમાં પ્રાણીઓ વચ્ચે લડાઈ જોવા મળે છે, જ્યારે કેટલાકમાં તેમની હરકતો લોકોના દિલ જીતી લે છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (S0cial Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક ખિસકોલી બિલાડીને પાઠ ભણાવતી જોવા મળે છે.આ વીડિયો જોઈને તમને પણ આશ્વર્ય થશે.

ખિસકોલીએ પરેશાન કરનાર બિલાડીને આ રીતે ભણાવ્યો પાઠ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે બગીચામાં એક બિલાડી નાની ખિસકોલીને પરેશાન કરી રહી છે. એવું લાગે છે કે બિલાડી તેના પંજા સાથે ખિસકોલીને પકડવાનો પ્રયત્ન કરે છે. થોડા સમય માટે ખિસકોલી (Squiirrel)અહીં અને ત્યાં કૂદા કુદ કરે છે. પરંતુ બિલાડી(Cat)  તેને વારંવાર પરેશાન કરતી રહે છે.બાદમાં ખિસકોલી ગુસ્સે થઈ જાય છે અને બિલાડીને પાઠ ભણાવવા તેની પીઠ પર બેસે છે. હવે બિલાડીને સમજાતું નથી કે ખિસકોલી ક્યાં ગઈ છે. તેણી તેને અહીં અને ત્યાં શોધવાનું શરૂ કરે છે. આ વિડીયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ (Viral) થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @hopkinsBRFC21 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા આ વીડિયોને (Video) ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યુ કે, ખિસકોલીએ બિલાડીને પાઠ ભણાવવા માટે એક અદ્ભુત સ્ટ્રેટેજી અપનાવી છે.જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: OMG : આકાશમાંથી પડ્યો સોનાનો પથ્થર ! આ ખેડુત રાતો-રાત બની ગયો કરોડપતિ

આ પણ વાંચો:  Viral Video : ગુસ્સે થયેલા હાથીએ બસના કર્યા હાલ બેહાલ, જોઈને તમે પણ હેરાન રહી જશો !

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati