બે ચાલતી ગાડી વચ્ચેથી શખ્સે એવી રીતે કાઢી કાર, વીડિયો જોઈ લોકોના ઉડ્યા હોશ, જુઓ ચોંકાવનારો વાયરલ વીડિયો

એક કાર ચાલક પોતાની કારને હાઇવે પર ચાલતા બે કારની વચ્ચેથી એવી રીતે કાઢે છે કે તમે પણ દંગ રહી જશો. આ વીડિયો જોયા પછી તમે પણ આ વ્યક્તિની ડ્રાઇવિંગ કુશળતાના દિવાના થઈ જશો.

બે ચાલતી ગાડી વચ્ચેથી શખ્સે એવી રીતે કાઢી કાર, વીડિયો જોઈ લોકોના ઉડ્યા હોશ, જુઓ ચોંકાવનારો વાયરલ વીડિયો
car stunt video
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Nov 23, 2022 | 7:38 PM

સોશિયલ મીડિયા પર દરરોજ એકથી વધુ સ્ટંટ વીડિયો વાયરલ થાય છે. આમાંથી કેટલાકને જોઈને આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં આવા જ એક સ્ટંટ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આમાં એક કાર ચાલક પોતાની કારને હાઈવે પર ચાલતા બે કારની વચ્ચેથી એવી રીતે કાઢે છે કે તમે પણ દંગ રહી જશો. આ વીડિયો જોયા પછી તમે પણ આ વ્યક્તિની ડ્રાઈવિંગ કુશળતાના દિવાના થઈ જશો.

માત્ર 8 સેકન્ડની આ ક્લિપ જોઈને લોકો વિચારી રહ્યા છે કે આ કાર ચાલકે આવું કેવી રીતે કર્યું. વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાઈવે પર ઘણા વાહનો ખૂબ જ ઝડપે દોડી રહ્યા છે. ત્યારે બીજી કાર તેજ ગતિએ રોડ પર આવતી જોવા મળે છે. પરંતુ બીજી જ ક્ષણે કંઈક એવું થાય છે, જેને જોઈને તમારી આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જશે. કાર ચાલક બે વાહનોની વચ્ચેથી ઝડપથી પસાર થાય છે અને તે પણ બે પૈડાં પર કાર ચલાવીને, આ વીડિયો ખરેખર આશ્ચર્યજનક છે. કારણ કે, થોડી ભૂલ અને તેની સાથે અન્ય બે વાહનોમાં બેઠેલા લોકોને મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

આ અદ્ભુત સ્ટંટ વીડિયો ટ્વિટર પર @ViciousVideos હેન્ડલથી શેયર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી વીડિયોને 47 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોએ તેને લાઈક કર્યો છે. આ સિવાય યુઝર્સ પણ જોરદાર શેર કરી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, હું વિશ્વાસ નથી કરી શકતો. મેં આ વીડિયો ઘણી વખત જોયો છે. જ્યારે અન્ય યુઝરે લખ્યું છે કે, ઓ ભાઈ! કોણ છે આ જેમ્સ બોન્ડ? અન્ય એક યુઝર કહે છે કે, એક ક્ષણ માટે તે ફાસ્ટ એન્ડ ફ્યુરિયસના સીન જેવું લાગ્યું. પરંતુ આ વ્યક્તિ અદ્ભુત નીકળ્યો. શું અદભૂત ડ્રાઇવિંગ કૌશલ્ય. એકંદરે કાર ચાલકે સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati