શું મદારી ખરેખર સાપને કાબૂમાં કરી શકે છે ? સાપના દાંત કાઢવાની વાતમાં કેટલું તથ્ય છે

આપણા સમાજમાં સાપ વિશે ઘણી માન્યતાઓ પ્રચલીત છે. જ્યારે સત્ય કંઈક બીજું જ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે નાનપણથી જ સાપ વિશે ઘણું બધું સાંભળતા આવ્યા છીએ, પરંતુ હકીકત એ છે કે આપણે સાપ વિશે બહુ ઓછું જાણીએ છીએ. આજે અમે તમને સાપને લગતી કેટલીક એવી માહીતી આપવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહી હોય.

શું મદારી ખરેખર સાપને કાબૂમાં કરી શકે છે ? સાપના દાંત કાઢવાની વાતમાં કેટલું તથ્ય છે
શું મદારી ખરેખર સાપને કાબૂમાં કરી શકે છે?
TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jul 19, 2021 | 7:03 PM

સાપ વિશ્વના સૌથી ખતરનાક જીવોમાંનો એક છે. વિશ્વભરમાં દર વર્ષે 1,38,000 લોકો સાપને લીધે મૃત્યુ પામે છે. આપણા સમાજમાં સાપ વિશે ઘણી માન્યતાઓ પ્રચલીત છે. જ્યારે સત્ય કંઈક બીજું જ છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે નાનપણથી જ સાપ વિશે ઘણું બધું સાંભળતા આવ્યા છીએ, પરંતુ હકીકત એ છે કે આપણે સાપ વિશે બહુ ઓછું જાણીએ છીએ. આજે અમે તમને સાપને લગતી કેટલીક એવી માહીતી આપવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહી હોય.

શું મદારી કરી શકે છે સાપને કાબું ?

બાળપણમાં, આપણે બધાએ મદારીનો ખેલ જોયો જ હશે. મદારી કેવી રીતે તેમના બોક્સમાંથી સાપને બીન વગાડીને બહાર લાવે છે અને બીનની ધુન પર નચાવે છે. અને લોકો એવું સમજે છે કે,  મદારીએ સાપને કાબુ કરી લીધો.

પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે મદારીઓ સાપને કાબૂમાં રાખી શકતા નથી.હા, સાપને કાન નથી હોતાં, તેથી  સાપ મદારી દ્વારા વગાડવામાં આવતી બીનની ધુનનો અવાજ સાંભળી શકતા નથી. સાપ હંમેશાં તરંગોને અનુભવે છે અને હલન-ચલન કરે છે. તેથી, મદારી બીનની ધુન વગાડીને સાપને નિયંત્રિત કરી શકતા નથી.

બીન જોયા પછી સાપ હલન – ચલન કરે છે.

હવે તમને લાગતું હશે કે બીન જોયા પછી સાપ કેમ હલવા માંડે છે?  જવાબ ખૂબ જ સરળ છે. બીન જોયા પછી, સાપ ડરી જાય છે, તેઓ અનુભવે છે કે તેમના પર હુમલો થશે. જેના કારણે તેઓ હલન-ચલન કરતાં રહે છે. મદારીની બીન જોઇને સાપ ફક્ત પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરે છે.

બીનના અવાજથી સાપ મંજ્ઞમુગ્ધ નથી થતાં કારણકે તે બીનનો અવાજ સાંભળી શકતા નથી. આ સિવાય સાપના દાંત તોડવા વિશે પણ ઘણી માન્યતાઓ પ્રચલીત છે. આવો, જાણીએ સાપના દાંત તોડવા પાછળનું સત્ય શું છે.

શું છે સાપના દાંત તોડવા સત્ય ?

તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે મદારીઓ સાપના દાંત તોડી નાખે છે અને તેનું ઝેર લઈ લે છે. આ સંપૂર્ણપણે સાચું છે. સાપને પકડ્યા પછી, મદારી  સાપનાં દાંત તોડી નાખે છે અને તેને બહાર કાઢ્યાં પછી તેનું ઝેર વેચે છે.  

ખેલ પૂરો કર્યા પછી, સાપના દાંત તૂટેલા હોવાથી મદારી લોકોને સ્પર્શ કરીને પૈસા કમાઈ શકે છે. જો મદારી સાપના દાંતને તોડશે નહીં, તો ખેલ પછી જે લોકો તેને સ્પર્શ કરવા માંગે છે, તેઓ તેનો સ્પર્શ કરી શકશે નહીં, કારણ કે સાપ  જીવ બચાવવા માટે લોકો પર હુમલો કરી શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati