શોકિંગ CCTV : ઓર્ડર મળવામાં મોડુ થતાં આ ગ્રાહકનું મગજ ફર્યુ, કર્મચારીની જાહેરમાં કરી નાખી ધોલાઈ

શોકિંગ CCTV : ઓર્ડર મળવામાં મોડુ થતાં આ ગ્રાહકનું મગજ ફર્યુ, કર્મચારીની જાહેરમાં કરી નાખી ધોલાઈ
Burger king employee attacked by two men

તાજેતરમાં એક શોકિંગ વીડિયો સામે આવ્યો છે. જેમાં ઓર્ડર મોડો મળતા આ ગ્રાહક એવો તે ગુસ્સે થાય છે કે કર્મચારીની જાહેરમાં જ ધોલાઈ કરી નાખે છે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jan 05, 2022 | 4:49 PM

Viral Video: સામાન્ય રીતે આજકાલ દરેક વ્યક્તિને ઉતાવળ હોય છે. ઘણી વખત લોકો ઉતાવળના ચક્કરમાં  કંઈક એવુ કરી બેસે છે, જેને કારણે અન્ય લોકોએ સહન કરવાનો વારો આવે છે. સોશિયલ મીડિયા (Social Media) પર દરરોજ કોઈનો કોઈ વીડિયો ચર્ચામાં આવતો હોય છે.

તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બર્ગરનો ઓર્ડર મળવામાં મોડુ થતાં આ વ્યક્તિ એવો તે ગુસ્સે થાય છે કે કર્મચારીને લોકોની સામે જ મારવા લાગે છે, આ દ્રશ્યો (CCTV Footage) જોઈને તમે પણ દંગ રહી જશો.

CCTV ફૂટેજમાં કેદ થયા ચોંકાવનારા દ્રશ્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક રેસ્ટોરન્ટ (Restaurant) જોવા મળી રહ્યુ છે, જેમાં કેટલાક લોકો ઓર્ડર આપવા માટે કાઉન્ટર પર ઉભા છે. જ્યારે કેટલાક લોકો ખુરશી પર બર્ગરની મજા માણતા જોવા મળી રહ્યા છે.

આ દરમિયાન બે યુવકો પણ કાઉન્ટર પર બર્ગરનો ઓર્ડર આપતા જોવા મળે છે. પરંતુ ભીડને કારણે તેણે ઓર્ડર મળવામાં વાર લાગે છે. આ બધાની વચ્ચે અચાનક એક વ્યક્તિ કાઉન્ટર બાજુ જઈને કર્મચારીને પકડે છે અને બાદમાં આ બંને યુવકો તેને જાહેરમાં માર મારતા જોવા મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ ઘટના અમેરિકાના (America) બર્ગર કિંગ રેસ્ટોરન્ટમાં બની હતી. જેના CCTV ફૂટેજ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

શોકિંગ વીડિયો થયો વાયરલ

આ શોકિંગ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર NYPD NEWS  દ્વારા શેર કરવામાં આવ્યો છે. સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે શું તમે આ બે વ્યક્તિઓને જાણો છો? આ બંને એ કર્મચારીને છરી બતાવવી તેને માર માર્યો હતો. જો આના વિશે કંઈ પણ જાણકારી મળે તો આ નંબર પર સંપર્ક કરો.

આ શોકિંગ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ કે આ રીતે નાની  બાબતમાં કોઈ પર હુમલો ન કરવો જોઈએ. જ્યારે અન્ય એક યુઝરે (User) લખ્યુ કે આ દ્રશ્યો જોઈને હું આશ્ચર્ય ચકિત છુ. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Video : યુવતીએ ગુસ્સે થયેલા સિંહને હાથમાં પકડ્યો ! ધબકારા વધારી દેતો વીડિયો થયો વાયરલ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati