Funny Video : લગ્નની સિઝન શરૂ થતા જ સોશિયલ મીડિયા પર લગ્ન સંબધિત વીડિયો (Wedding video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં ક્યારેક લગ્નની વિધિ તો ક્યારેય દુલ્હા-દુલ્હના (Bride-Groom) દોસ્ત લગ્નમાં કંઈક એવુ કરે છે,તે જોઈને મહેમાનો પણ હસીને લોટ પોટ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે દુલ્હનના દોસ્ત જે રીતે દુલ્હનની મજાક કરી રહ્યા છે, તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, જેમાં દુલ્હનના દોસ્ત મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે.તે લગ્નમાં મહેમાનો સામે દુલ્હનની મજાક કરતા જોવા મળે છે,પરંતુ આ મજાકમાં કંઈક એવુ થાય છે તે જોઈને તમેન પણ હસવુ આવશે. દુલ્હનના દોસ્ત દુલ્હાની સામે દુલ્હનને હવામાં ઉછાળે છે,જો કે બેલેન્સ બગડતા તે દુલ્હન નીચે પડવાની તૈયારીમાં જ હોય છે,ત્યાં જ વરરાજા (Groom) ટાઈમસર પહોંચીને દુલ્હનને બચાવી લે છે અને બાદમાં તે ગુસ્સે થતા જોવા મળે છે. આ રમુજી વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Proposal Page પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ રમુજી વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ કે, આ રીતે લગ્નમાં મજાક ન કરવી જોઈએ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, વરરાજાનુ ચહેરો ગુસ્સેથી લાલ થઈ ગયો. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Video : યુવતીએ ગુસ્સે થયેલા સિંહને હાથમાં પકડ્યો ! ધબકારા વધારી દેતો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો : Viral Video : યુવકે બિલ્ડિંગ પર કર્યા ખતરનાક સ્ટંટ, જોઈને યુઝર્સ કહ્યુ “હિંમત હોય તો જ જુઓ”