ખાડા અને કાદવ કીચડથી ભરેલા રસ્તા પર દુલ્હને કરાવ્યું અનોખુ ફોટોશુટ, લોકોએ કરી જોરદાર કમેન્ટ્સ, જુઓ Viral Video

એક યુવતીએ (Bride Viral Video)બ્રાઈડ લુકમાં એવું અનોખું ફોટોશૂટ કરાવ્યું છે, જે હવે નેટીઝન્સનું ધ્યાન ખેંચી રહ્યું છે. વાસ્તવમાં દુલ્હન કિચડ અને ખાડાઓથી ભરેલા રસ્તા પર ફોટોશૂટ કરાવતી જોવા મળે છે. તેનો વીડિયો પણ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે.

ખાડા અને કાદવ કીચડથી ભરેલા રસ્તા પર દુલ્હને કરાવ્યું અનોખુ ફોટોશુટ, લોકોએ કરી જોરદાર કમેન્ટ્સ, જુઓ Viral Video
Bride Viral Video
Image Credit source: Instagram
TV9 GUJARATI

| Edited By: Pankaj Tamboliya

Sep 21, 2022 | 12:18 PM

લગ્નનો દિવસ દરેક માટે ખૂબ જ ખાસ હોય છે. આ સુંદર ક્ષણને વધુ યાદગાર બનાવવા માટે લોકોએ પ્રી-વેડિંગ ફોટોશૂટ પણ કરાવે છે. ત્યારે આ દિવસોમાં બ્રાઇડલ ફોટોશૂટ પણ ટ્રેન્ડમાં છે. આ માટે લોકો અલગ-અલગ જગ્યાએ જઈને ફોટોશૂટ કરાવે છે. પરંતુ, કેરળની એક યુવતીએ દુલ્હન (Bride Viral Video)ના લુકમાં એવું અનોખું ફોટોશૂટ કરાવ્યું છે, જે હવે નેટીઝન્સનું ધ્યાન ખેંચી રહ્યું છે. વાસ્તવમાં દુલ્હન કાદવ કીચડ અને ખાડાઓથી ભરેલા રસ્તા પર ફોટોશૂટ કરાવતી જોવા મળે છે. તેનો વીડિયો પણ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુલ્હનના ડ્રેસમાં એક યુવતી રસ્તા પર ચાલતી જોવા મળી રહી છે. રસ્તા પર વરસાદી પાણી ભરાતા અનેક ખાડા પડી ગયા છે. જેના કારણે રોડ પર કાદવ પણ ફેલાયો છે. વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે જે રોડ પર ફોટોશૂટ કરવામાં આવી રહ્યું છે ત્યાં દૂર-દૂર સુધી માત્ર ખાડા જ દેખાય છે.

વીડિયોમાં દુલ્હન આ ખાડાઓથી બચીને આગળ વધતી જોઈ શકાય છે. આ દરમિયાન ફોટોગ્રાફર તેને સતત આગળ વધવા માટે ઈશારો કરે છે. આપને જણાવી દઈએ કે આ ફોટોશૂટ દ્વારા દુલ્હન એ વિસ્તારની મોટી સમસ્યાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. આ અનોખા ફોટોશૂટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે વીડિયો

દુલ્હનના આ અનોખા ફોટોશૂટનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર Arrow_weddingcompany નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યૂઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘રસ્તાની વચ્ચે દુલ્હનનું અનોખું ફોટોશૂટ.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ખળભળાટ મચાવી રહ્યો છે.

11 સપ્ટેમ્બરે અપલોડ કરાયેલા આ વીડિયોને લગભગ 4 લાખ લોકોએ લાઈક કર્યો છે. જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે લોકોને આ વીડિયો કેટલો પસંદ આવી રહ્યો છે. ત્યારે વીડિયો જોયા પછી, લોકો તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘સરકારને શરમ આવવી જોઈએ.’ અન્ય યુઝરે કહ્યું, વાહ! કેરળના રસ્તા કેટલા સુંદર છે. અન્ય યુઝરે લખ્યું છે કે, આ પૂલસાઇડ વેડિંગ ફોટો જેવા દેખાય છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati