Funny video : સોશિયલ મીડિયા પર અવારનવાર ડાન્સ (Dance Video)અને સિંગિગ વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ હસીને લોટ પોટ થઈ જાય છે. સામાન્ય રીતે કેટલાક લોકોને ડીજે ફ્લોર (DJ Floor) પર ડાન્સ કરતા જ એવુ તે તાન ચડે છે, કે જોઈને લોકોને પણ હસવુ આવે છે. તાજેતરમાં આવો જ એક રમુજી ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં યુવકો જે રીતે ગોદડા ઓઢીને ડાન્સ કરી રહ્યા છે તે જોઈને તમે દંગ રહી જશો.
આપણે બધા જાણીએ છીએ કે આ દિવસોમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે, આવી સ્થિતિમાં કોઈ ઘરની બહાર નીકળવા માંગતુ નથી, પરંતુ લગ્ન-ફંક્શનમાં લોકો ડાન્સ પરફોર્મન્સ કરવા માટે કંઈ પણ કરતા જોવા મળે છે. આ કડકડતી ઠંડીમાં પણ જાનૈયાઓ ડાન્સ કરવા માટે ખુબ જ ઉત્સાહિત જોવા મળે છે, વાયરલ (Viral) થઈ રહેલા આ વીડિયોમાં પણ કંઈક આવુ જ જોવા મળે છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ખુલ્લા મેદાનમાં એક DJ રંગબેરંગી લાઈટિંગ સાથે ધમાકેદાર સોંગ વગાડી રહ્યુ છે. ત્યારે કેટલાક યુવાનો ઠંડીથી બચવા માટે ગોદડા ઓઢીને ડાન્સ કરતા જોવા મળે છે. આ DJ ના તાલમાં ભાન ભુલીને જે રીતે ડાન્સ કરી રહ્યા છે તે જોઈને મહેમાનો પણ હસવા લાગે છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.
આ ડાન્સ વીડિયો ઈન્સ્ટાગ્રામ પરથી giedde નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, ઠંડીથી બચવા સારો જુગાડ કર્યો છે.જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, ભારે ડાન્સનો શોખ..!આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : Video: તંદૂરી ડબલ ચીઝ ગોલગપ્પાનો વીડિયો થયો વાયરલ, યુઝર્સ હાથ જોડીને કહ્યુ, પાણીપુરીને રેવા દો…!
આ પણ વાંચો : Funny Video: સ્ટેચ્યુને આ ગલૂડિયાએ માની લીધો માણસ, પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે